Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોડાસાના કોલીખાડ નજીક કારનું ટાયર ફાટતા ચાર વાહનો ધડાધડ એક સાથે ટકરાયા, બે ઈજાગ્રસ્ત

Share

અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મોડાસા-ધનસુરા હાઇવે પર વિચિત્ર અકસ્માત સર્જાતા ચાર વાહનોને નુકશાન થયું હતું કોલીખડ ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસ,જીપ અને અન્ય કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ચાર વાહનો વચ્ચે ટક્કર થતા હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો પોલીસ સ્થળ પર દોડી આવી ટ્રાફિક પૂર્વરત કરાવવા કવાયત હાથધરી હતી.

મોડાસા-ધનસુરા હાઇવે સતત વાહનોની અવર-જવરથી ધમધમી રહ્યો છે સોમવારે બપોરના સુમારે કોલીખડ ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરથી પસાર થતા એસ્ટ બસ,જીપ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ચાર વાહનો ધડાકાભેર ટકરાતા સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા સદનસીબે અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતના પગલે ટ્રાફિક સર્જાયો હતો ટ્રાફિકજામમાં અનેક લોકો અટવાઈ પડ્યા હતા, જેને લઇને કલાકો સુધી લાંબી કતારોમાં રાહ જોવી પડી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે.

ProudOfGujarat

બે-ત્રણ વિસ્તારના રીપેરીંગ કામ માટે સમગ્ર પાલેજ નગરની વીજળી સટડાઉન કરતા ગરમીમાં નગરજનો શેકાયા.વિસ્તાર મુજબ કાપ મૂકી રીપેરીંગ કામ કરવા લોકમાંગ…

ProudOfGujarat

ભરૂચની વેલફેર સ્કૂલના શિક્ષકો-સંચાલકો વચ્ચે રકઝક : સામસામે આક્ષેપ બાજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!