Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ રિવરફ્રન્ટમાં એક જ દિવસમાં 4 મૃતદેહ મળતા ખળભળાટ

Share

અમદાવાદમાં એક જ દિવસમાં ચાર લોકોના મૃતદેહ મળવાથી ખળભળાટ મચી ગયો છે. રિવરફ્રન્ટમાં આત્મહત્યાના અનેક કિસ્સાઓ સંભાળવા મળતા હોય છે. એવામાં ફરી એક વખત સાબરમતી નદીમાંથી ચાર મૃતદેહ મળ્યા છે. જેમાં 3 પુરૂષ અને એક મહિલાનો મૃતદેહ છે.

અમદાવાદમાં એક જ દિવસમાં ચાર-ચાર લોકોની લાશ નદીમાંથી મળવાથી પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. અમદાવાદમાં એલિસબ્રિજથી આંબેડકર બ્રિજ સુધીના વિસ્તારમાં સાબરમતી નદીમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા છે. હજુ સુધી આ મામલે કોઈ કારણ મળ્યું નથી. તમામ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ પોલીસે મૃતદેહની ઓળખની તજવીજ હાથ ધરી છે.

Advertisement

સાબરમતી નદીમાંથી મળેલા આ મૃતદેહમાં એક મૃતદેહ આંબેડકર બ્રિજ પાસેથી મળ્યો તે 32 વર્ષના કિશન પરમારનો છે. જમાલપુર નજીકથી પણ 25 વર્ષના સંજય પરમારનો મૃતદેહ મળ્યો છે. જ્યારે અન્ય બે મૃતદેહમાં એક પુરૂષ અને એક મહિલાની ઓળખ થઇ નથી. આ ચાર લોકોએ આત્મહત્યા કરી કે તેમની હત્યા કરવામાં આવી તે અંગે કોઈ પુરાવા મળ્યા નથી. આ અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે.


Share

Related posts

અમદાવાદમાં મણિનગરમાંથી મળ્યો માતા-પુત્રીનો મૃતદેહ, હત્યાની આશંકા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડીનાં અવિરાજસિંહવાળાએ અવનવા પુસ્તકની રચના કરી.

ProudOfGujarat

મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આજરોજ મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!