Proud of Gujarat
FeaturedGujaratINDIA

બુટલેગરો ઝડપાયા – ભરૂચના હલદર ગામ ખાતે ક્રાઇમ બ્રાંચના દરોડા, લાખ ઉપરાંતના શરાબના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ

Share

ભરૂચ તાલુકાના હલદર ગામે નવી નગરીમાંથી એલસીબીએ 66 હજારના દારૂ સાથે 3 ને ઝડપી પાડ્યા, જ્યારે બુટલેગર બંધુ સહિત 3 નાસી છૂટ્યા હતા. ભરૂચ LCB ની ટીમ તહેવારોમાં પેટ્રોલિંગમાં હતી તે વેળા હલદર ગામે બે ભાઈઓ ભેગા મળી તેઓના પન્ટરો મારફતે દારૂનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.

જે બાદ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ નવીનગરી વિસ્તારમાં દરોડા પાડી તલાસી લેતા અલગ અલગ મકાનમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ મળી કુલ 1,27,660 ના મુદ્દામાલ સાથે બુટલેગર આશિષ ઉર્ફે મોન્ટુ વસાવા રહે,હલદર ગામ (2) અમિત રતિલાલ વસાવા રહે, હલદર ગામ (3) સુનિલ સુરેશભાઈ વસાવા રહે, હલદર ગામ નાઓને ઝડપી પાડી અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દીપડાએ પશુનું મારણ કર્યુ હતું.

ProudOfGujarat

રેલ્વે ટ્રેન માંથી પડી જવાથી મોત

ProudOfGujarat

ભરૂચના સ્કેટર આરવ પટેલની સિદ્ધિ: રાજ્યકક્ષાની ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા : અમદાવાદમાં યોજાયેલી 46મી ગુજરાત રાજ્ય રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં દબદબો; ઓવરઓલ ગ્રુપ ચેમ્પિયન ટ્રોફી પણ ભરૂચના નામે કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!