Proud of Gujarat
Uncategorized

વાલિયામાં ૭ વર્ષની બાળકીના અપહરણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પિતા-પિતરાઈ કાકાની ભાવનગરથી ધરપકડ

Share

પુત્રીના પ્રેમમાં પિતાએ અપહરણ કરાવી આરોપી બનાવ્યો
પત્ની સાથે છુટાછેડા બાદ પુત્રી મેળવવા પિતાએ અનેક કાલાવાલા કર્યા, ન આપતા અપહરણનો પ્લાન ઘડયો

ભરૂચ.

વાલિયા તાલુકાની સિલુડી ચોકડી પાસેની ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતાં જીવા દેવા ભરવાડ ગત ૧૫મી એપીલે બપોરે વાલિયા મામલતદાર કચેરીએ ગયાં હતાં. તે વેળાં તેમને જાણ થઈ હતી કે, તેમની ૭ વર્ષની નવાસી રીધુને કોઈ કારમાં અપહરણ કરી ગયાં છે. જેના પગલે તેમણે તુરંત ઘરે આવી તપાસ કરતાં માલુમ પડયું હતું કે, તેમના થરે જગમલ વાટુકિયા (અલગોતર) (રહે. કામરેજ) નામનો માણસ મહેમાન તરીકે આવ્યો હતો. તેમના માટે હા બનાવવા ઘરની મહિલા અંદર જતાં જગમલે તેમની ૭ વર્ષની નવાસીને રૂપિયા આપી માવો લઈ આવવા જણાવ્યું હતું. બાળકી ગલ્લે જતા જગમલે તેની પાછળ પોતાની કાર લઈ જઈ તેને કારમાં બેસાડી ભગાડી ગયો હતો. જીવા ભરવાડે તેમના અન્ય સગા-સંબંધીઓને ફોન કરીને જાણ કરતા એક કુટુંબીએ જણાવ્યુ હતુ કે, કાપોદ્રા પાસે કારમાં તેમની નવાસીને લઈને જગમલને જતા જોયો છે અને તે અંદાડા તરફ ભાગી ગયો હતો. ઘટનાના પગલે તેમણે વાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

Advertisement

જીવા ભરવાડની પુત્રી ગંગાના લગ્ન દશેક વર્ષ પહેલા ભાવનગરના નવાણીયા ખાતે રહેતા ટીના રઘુ ભરવાડ સાથે થયા હતા. તેમને સંતાનમાં રીધુ નામની પુત્રી હતી. સાતેક વર્ષ પહેલા દંપત્તિ વચ્ચે મનમોટાવ થતાં બંન્નેએ સામાજીક રીતે છુટાછેડા લઈ લીધા હતા. ગંગા અને તેની પુત્રી રીધુ જીવા ભરવાડને ત્યાં રહેતી હતી. અરસામાં સાતેક વર્ષ પહેલા ગંગાના નડિયાદ ખાતે બીજા લગ્ન થઈ ગયા હતા. જીવાભાઈ તેમની નવાસીનુ પાલન કરતા હતા. જો કે રીધુના પિતા ટીના રઘુ ભરવાડ તેમની પુત્રીનો કબ્જો મેળવવા માટે અનેકવાર અગાઉ તેમને જણાવ્યુ હતુ. થોડા સમયે પહેલા અમદાવાદમાં એક મૈયત પ્રસંગમાં તેઓ ભેગા થતાં ટીના ભરવાડે તેમને મારી દિકરી મને સોંપી દો નહીં તો તેનુ અપહરણ કરી જઈશ તેવી ધમકીઓ પણ આપી હોવાનું પોલીસને માલુમ પડયુ હતુ. જેના આધારે પોલીસની તપાસમાં દિશા મળતા એક પીએસઆઈ સહિત ૪ પોલીસ કર્મીઓની એક ટીમ ભાવનગર જવા રવાના થઈ હતી. બે દિવસ સુધી ટીમે ભાવનગરમાં ટીના ભરવાડ અને જગમલ વાટુકીયાને શોધવાની કવાયત હાથ ધરતા આખરે બંન્ને તેમના સંકજામાં આવી જતા વાલિયા લઈ આવી આગળની તપાસ હાથ ધરી છે.

 

પોલીસથી બચવા રીક્ષા અને બસમાં મુસાફરી કરી

સાત વર્ષની રીધુનું જગમલે અપહરણ કર્યુ હતુ જયારે ટીના ભરવાડ અંકલેશ્વર પાસે તેની રાહ જોઈ રહ્યો હતો. જગમલે તેની કારમાં રીધુને ભગાડી ગયા બાદ અંદાડા ગામ પાસે સુમસામ વિસ્તારમાં તેની કાર સંતાડી દીધી હતી જે બાદ રીક્ષા અને બસના માધ્યમથી તેઓ ભાવનગર પોતાના વતને જતા રહ્યા હતા. પોલીસ અપહરણ કર્તાઓની કાર શોધી રહી હતી જયારે તેઓ બસમાં છટકી ગયા હતા.

 

અપહરણ બાદ મોબાઈલના સીમકાર્ડ તોડી નાંખ્યા

પુત્રીનું અપહરણ કર્યા બાદ ટીના ભરવાડ અને તેના પિતરાઈ ભાઈ જગમલે પોલીસથી બચવા માટે આગોતરા આયોજન કર્યા હતા. તેણે પોતાનું લોકેશન ન મળે તે માટે અપહરણ બાદ મોબાઈલના સીમકાર્ડ તોડી નાંખ્યા હતા. જો કે તેમ છતાં પણ પોલીસે બંન્ને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.


Share

Related posts

ખેડૂતશ્રી શ્રી બકુભાઈ વસાવાને ખેતીવાડી ખેત ઓજાર સાઘન સહાય યોજના અંર્તગત વિવિધ ખેતીને લગતાં મશીનોની સહાય મળતા ખુશી વ્યક્ત કરી સરકારનો માન્યો આભાર

ProudOfGujarat

છુટાછેડા વિના લગ્ન કરવા પતિ યુપી વતને ગયો, પરીણિતાએ મંડપમાં પહોંચી ભાંડો ફોડ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની વકી, તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!