Proud of Gujarat
bharuchCrime & scandalGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉચ્છદ ગામે જુગાર રમતાં જુગારિયાઓ પૈકી એક ઝડપાયો, 7 ચકમો આપી ફરાર

Share

ભરૂચ

જંબુસર તાલુકામાં આવલાં ઉચ્છદ ગામની સીમમાં આવેલી નર્મદાની માઇનોર કેનાલપાસે બોરડીના ઝાડ નીચે કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. તેવી ચોક્કસ બાતમી મળતાં વેડચ પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઇને જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, તે પૈકીનો દિલીપસિંહ ઉર્ફે ટીનો ભારતસિંહ રાજ (રહે. ઉચ્છદ)ને પોલે ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા 2500 તેમજ એક બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને જોઇને ભાગી ગયેલાં આરોપીઓ અંગેની પુછપરછ કરતાં ઉચ્છદનો જ મહેશ ઉર્ફે ગુલા ગોવિંદ પઢિયાર તેમજ પાદરાના માસા રોડ વિસ્તારમાં રહેતાં બાલુ ઉર્ફે બાબુ ભીખા ઘાંચી, રણછોડ ઉર્ફે વિક્રમ રાયસંગ પરમાર, મોહસિન ઉર્ફે કાલીદાસ અલ્લારખ્ખા મુસ્લીમ, રાવજી ઉર્ફે રવો મથુર પાટણવાડિયા, સંજય ઉર્ફે પ્રવિણ મફત પરમાર તેમજ અમરસંગ ઉર્ફે ડાગરો ઉદેસંગ પરમાર હોવાનું માલુમ પડતાં ટીમે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ  ગુનો નોંધી ફરાર આરોપીઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : કપડવંજમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ સાથે ૪ લોકોને ઝડપી પાડયા

ProudOfGujarat

જંબુસર તાલુકાના મહાપુરા ગામ ખાતે સીમમા એક વિધ્વા ની સનસનાટી ભેર થયેલ હત્યા જો કે ગણતરી ના સમયમા હત્યારો ઝડપાયો જાઈ તેવી સંભાવના

ProudOfGujarat

વલસાડ નગરપાલિકાના “સેવકો “મોગરાવાડીમાં નજર નાખો ગંદકીનો “નજારો “જોવા મળશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!