Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગેરકાયદે રહેતા વિદેશીઓ પકડાયા SOGએ બાંગ્લાદેશના 15 નાગરિકોને ઝડપ્યા,દસ્તાવેજો જપ્ત

Share

ભરૂચ શહેરમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નન્નૂ મિયા નાળા અને વ્હાલું ગામ વિસ્તારમાં દરોડા પાડીને 15 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે.

Advertisement

એસઓજીની ટીમે શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા આ નાગરિકોના પાસપોર્ટ અને રહેઠાણ સંબંધિત તમામ કાગળો જપ્ત કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો લાંબા સમયથી ભરૂચમાં રહેતા હતા. કેટલાક લોકોએ સ્થાનિક સ્તરે રોજગાર પણ મેળવી લીધો હતો.

પોલીસે ધરપકડ કરાયેલા તમામ લોકોને હેડક્વાર્ટર મોકલી દીધા છે. LIB વિભાગ દ્વારા તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે. બાંગ્લાદેશ સરકારને આ અંગેનો રિપોર્ટ મોકલવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. સ્થાનિક પોલીસે શહેરમાં વધુ શંકાસ્પદ વ્યક્તિઓની હાજરી અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી શહેરમાં ચર્ચાનું વાતાવરણ સર્જાયું છે.


Share

Related posts

નડિયાદ કપડવંજ મોડાસા રોડ પર ટ્રક ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે રમજાન ઈદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

करिश्मा कपूर “मेंटलहूड” में अपने शानदार प्रदर्शन के लिए बटोर रही है खूब वाहवाही!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!