Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શિક્ષક દંપત્તિને ૧૬ લાખનો ચૂનો ચોપડનાર રાજકોટના બે ગઠિયાને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડયાં

Share

અંકલેશ્વરના દંપત્તિને ડિઝિટલ એરેસ્ટ કરી ગઠિયાઓએ રૂપિયા પડાવ્યા હતા
। ભરૂચ ।
અંકલેશ્વરના શિક્ષક દંપત્તિને વોટ્સએપ વિડીયો કોલ કરીને ડિઝીટલ એરેસ્ટ કરી ૧૬ લાખની ઠગાઈ કરવાના કારસામાં સાયબર પોલીસે રાજકોટથી બે આરોપીઓને ઝડપી પાડયા છે. જે પૈકીનો એક રાજકોટ મ્યુનીશીપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે જયારે બીજો ગેરેજમાં મોટર સાયકલ રીપેરીંગનું કામ કરે છે.
અંકલેશ્વરમાં આવેલી નીલમાધવ સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપત્તી મોતીભાઈ રોહિત તેમજ તેમના પત્નિ પ્રેમીબેનને ૨ મે ના રોજ અજાણ્યા શખ્સોએ વોટ્સએપ વિડીયો કોલ કર્યો હતો. ફોન કરનાર શખ્સ પોલીસ અધિકારીના યુનિફોર્મમાં હોવા સાથે તેણે પોતાનું નામ વિનોય કુમાર હોવાનું અને તે દિલ્હી સાયબર ક્રાઈમનો અધિકારી હોવાનું જણાવ્યુ હતુ. ઉપરાંત દંપત્તિના આધારકાર્ડના આધારે બેંક એકાઉન્ટ ખોલી તેમાં બે કરોડનું ટ્રાન્ઝેક્શન કરાયુ હોવાનું અને તેના બદલામાં દંપત્તિને ૨૦ ટકા મળ્યા હોવાથી તેઓ પણ ગુનેગાર હોવાનું જણાવી તેમને ગભરાવ્યા હતા. બાદમાં તેમને વાતોમાં ભોળવી તેમના ખાતામાંથી બંસીલાલ ટ્રેડર્સ નામના એકાઉન્ટમાં ૧૬ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. મામલામાં સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરતા રાજકોટના બે ભેજાબાજોની સંડોવણી હોવાનું માલુમ પડતા એક ટીમ તુરંત રાજકોટ પહોંચી હતી જયાંથી અદનાન હૈદર અબ્દુલ મોગલ તેમજ રાહુલ જગદીશ જાદવ નામના બે શખ્સોની ધરપકડ કરાઈ હતી. ઠગાઈના આ કારસામાં અન્ય કોઈ સંડોવાયેલુ છે કે કેમ પોલીસે તેની તપાસ હાથ ધરી છે.
બોક્ષ
રાહુલ BA ના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે
। ભરૂચ ।
ઠગાઈના કારસામાં ઝડપાયેલા આરોપીઓ પૈકી રાહુલ રાજકોટ મ્યુનીશીપલ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં ઓપરેટર તરીકે એજન્સીમાં પ્રાઈવેટ નોકરી કરે છે તે અગાઉ એક્સીસ બેંકમાં લોન વિભાગમાં ૬ મહિના નોકરી કરી ચુકયો છે. હાલમાં તે બેચલરઓફ આર્ટસના ચૌથા સેમીસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો છે. તેણે જણાવ્યુ હતુ કે, રાજસ્થાનના તેના એક મિત્રએ તેને એક એકાઉન્ટ પુરૂ પાડવા બદલ ૫૦ હજાર રૂપિયા આપવાનો હતો. બીજી તરફ અદનાન ગેરેજમાં મોટરસાયકલ રીપેરીંગનું કામ કરે છે તેણે બે બંસીલાલ ટ્રેડર્સ નામનું એકાઉન્ટ ખોલાવ્યુ હતુ. તેના મિત્ર રાહુલ જાદવ મારફતે રાજસ્થાનના વ્યક્તિએ તેમના એકાઉન્ટમાં રૂપીયા નાંખ્યા હતા જે ટ્રાન્ઝેકશનના બદલામાં તેને ૨૫ હજારનું કમિશન મળવાનું હતુ.

Share

Related posts

ગરૂડેશ્વર અકતેશ્વરનો સરપંચ અને પ્રા.શાળાનો મુ.શિક્ષક ગ્રામ પ્રેરક પાસેથી 17 હજારની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

સુરત શહેર તેમજ ભરૂચ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં વાહન ચોરીના બનાવોમાં સંડોવાયેલ રીઢો વાહન ચોર ઝડપાયો.LCB પોલીસે ચાર મોટરસાયકલ પકડી પાડી…

ProudOfGujarat

મહિસાગરના મહેમાન બનીને આવેલા વાઘનો નશ્વરદેહ પંચમહાભુતમાં વિલીન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!