Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સામુહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Share

રકતદાન કેમ્પની તાલુકા પ્રમુખ, જિલ્લા આરોગ્ય અધિકારી અને મામલતદાર સહિતના અગ્રણીઓએ મુલાકાત લઈ રકતદાતાઓને પ્રોત્સાહિત કર્યા

। ભરૂચ ।

Advertisement

સમગ્ર રાષ્ટ્રની સુખાકારી અને સેવા માટે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને આયુષ્ય બ્લડ બેંકના સહયોગથી સામુહિક આરોગ્ય કેન્દ્ર ગડબોલ, તા.અંકલેશ્વર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તાલુકા આરોગ્ય વિભાગના તબીબો, કર્મચારીઓ, આશાવર્કર બહેનો સહીત અન્ય રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

આ રક્તદાન શિબિરમાં અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગના તબીબો, કર્મચારીઓ, આશા વર્કર બહેનો અને અન્ય રક્તદાતાઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યુ હતુ. રકતદાન કેમ્પની તાલુકા પ્રમુખ, જિલ્લા આરોગ્ય અધિકારી અને મામલતદાર સહિતના અગણીઓએ મુલાકાત લઈ રકતદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ રકતદાન શિબિરમાં તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી મુનીરા શુકલા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુશાંત કઠોરવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

શ્રીજી મહોત્સવના આયોજકો માટે મહત્વની માહિતી ક્યાં કેટલા ફુટની શ્રીજી ની પ્રતીમાનું વિસર્જન કરી શકાશે જાણો…

ProudOfGujarat

ભરૂચ એસઓજીની ટીમે બિલ વગરના લોખંડના 14 લાખથી વધુ ના શંકાસ્પદ જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ભારે ધસારા વચ્ચે અનેક બાળકો વિખુટા પડ્યા : નર્મદા પોલીસે માનવતા મહેકાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!