Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની નાનાવટી મોટર્સની મહિલા કેશિયરે ૧.૯૦ લાખની ઠગાઈ કરતાં ફરિયાદ

Share

મહિલાએ ૩.૨૦ લાખની હેરાફેરી કરી હતી. ૧.૩૦ લાખ પરત કર્યા હતાં

। ભરૂચ ।

Advertisement

સુરતના રામપરાખાતે સહેતાં મોહમંદ ઈરફાન મોહમંદ ઈકબાલ મુન્શી સુરતના નાનાવટી મોટર્સમાં એચઆર મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમના નાનાવટી મોટર્સની ભરૂચ હાઈવે પર વગુસણા ગામની સીમમાં પણ બાન્ય છે. જ્યાં તેઓ ટોયોટા કંપનીની ગાડીઓનું વેચાણ તેમજ સર્વિસ-રિપેરીંગ થાય છે. વર્ષ ૨૦૨૩માં કેશિયર તરીકે ફેબ્રુઆરી મહિનામાં તેમના ત્યાં ધ્વનિશા જૈમિશ જાધવ કેશિયર તરીકે નોકરીએ જોડાઈ હતી. અપ્રિલ મહિના સુધી તેમણે જૂના કેશિયર શૈલેષભાઈ પાસેથી તમામ કામ શિખ્યા બાદ ધ્વનિશાબેન જ તમામ કામ જાતે કરતી હતી.

દરમિયાનમાં ગત ડિસેમ્બર ૨૦૨૩માં તેમના ત્યાં ઓડિટ કરાતાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન કુલ ૫.૯૯ લાખ રૂપિયા ઓછા જમા થયાં હોવાનું જણાયું હતું. જે અંગે ધ્વનિશાબેનને ઠપકો આપતાં તેણે પોતાની ભુલ સ્વિકારીને તે તબક્કાવર રીતે તે રૂપિયા પરત કરી આપવાની ભાંહેધરી આપી હતી. દરમિયાનમાં ભરૂચની ઓડીટ ટીમે પણપુન: ચેકિંગ કરતાં ૨.૦૩ લાખની ત્રૂટિ જણાઈ હતી. જેથી તે બાદ કરતાં તેની પાસેથી ૩.૨૦ લાખ લેવાના થતાં હોઈ કંપનીએ તેની પાસેથી તે રુપિયાની માગણી કરતાં ધ્વનિયા બેને તેમને રુપિયા પરંત આપશે તેમ જણાવ્યું જે બાદ તેઓ તબક્કાવાર રીતે કુલ ૧.૨૦ લાખ પરત કર્યા હતાં. જોકે, બાકીના ૧.૯૦ લાખ પરત કરવામાં તેણે એક વર્ષથી વધુનો સમય વિતાવી દેવા સાથે હજી પણ રૂણિયા ચુકવ્યાં ન હતાં. જેના પગલે આખરે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે તેમણે ધ્વનિશા જાધવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી, ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,

ProudOfGujarat

રાજપીપલા : આદિવાસીઓ હિન્દૂ નથી એ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો : ડેડીયાપાડાના BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ આજે પોતે હિન્દૂ નથીની વાત કરી અમે આદિવાસી છે અને રહીશુ કહ્યું.

ProudOfGujarat

Studio45 એ અમદાવાદમાં તેના કર્મચારીઓ માટે સૌથી મોટી વાર્ષિક ઈવેન્ટનું આયોજન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!