Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પુત્રીના ઘરે આવેલી મહિલાનો અછોડો તોડી બે ગઠિયા ફરાર

Share

ભરૂચના જાડેશ્વર રોડ પર હરિહર કોમ્પ્લેક્ષ પાસેથી ઘટના
ભરૂચ.
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતાં પુષ્પાબેન દિલીપસિંહ રાઠોડ ગઇકાલે ભરૂચના શક્તિનાથ પાસે આવેલાં શંભુ ડેરી પાસે રહેતી તેમની પુત્રીને ત્યાં રોકાવા માટે આવી હતી. દરમિયાનમાં તેમના તુલસીધામ શાકમાર્કેટ પાસે આવેલી હરિહર સોસાયટીમાં તેમના એક સંબંધીને ત્યાં ગયાં હતાં. જે બાદ તેઓ તેમની દેરાણી જ્યોતિબેન રાઠોડ તેમજ લતાબેન રાઠોડ સાથે ખરીદી કરવા માટે તેઓ તુલસીધામ ત્રણ રસ્તાથી જ્યોતિનગર તરફ તેઓ ચાલતા ચાલતા જઇ રહ્યાં હતાં. તે વેળાં જ્યોતિનગર તરફથી એક સફેદ ભુરા કલરની મોપેડ પર 25થી 30 વર્ષના બે યુવાનોએ આવી તે પૈકીના મોપેડ પર પાછળ બેસેલાં યુવાને પુષ્પાબેનના ગળામાંથી પેન્ડલ સાથેની ચેઇન જેની કિંમત 1.27 લાખની થાય છે તે આંચકીને ફરાર થઇ ગયાં હતાં. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ઝઘડિયા જી.આઇ.ડી.સી. ની એશિયન ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ ફેલાયું.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યના વડપણ હેઠળની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, વેલી ઓફ ફલાવર્સ, રિવર રાફટીંગ વગેરેની લીધેલી મુલાકાત

ProudOfGujarat

અમદાવાદમાં મોદી સ્ટેડીયમમાં IPL મેચ જોવા જનારે પાર્કિંગ માટે કરવું પડશે ઓનલાઈન બુકિંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!