Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની યશસ્વી રસાયણ-વાવની યશ સ્પેશિયાલિટી કેમિકલ્સના 100થી વધુ કર્મચારીઓએ રક્તદાન કર્યું

Share

ભરૂચ.
દહેજની યશસ્વી રસાયણ તેમજ  વાવ ખાતે આવેલી યશ સ્પેશિયાલિટી કેમિકલ્સ તેમજ યશ ગ્રુપ દ્વારા રક્તદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સેના જવાનોને સમર્પિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓએ જોડાઇને રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓને સર્ટીફિકેટ આપવા સાથે સ્મૃતિ ચિન્હ તરીકે અને પર્યાવરણિય સુરક્ષામાં દરેક વ્યક્તિ સહભાગી બને તેવા હેતુસર દરેક રક્તદાતાઓેને છોડ અને કુંડા આપવામાં આવ્યાં હતાં.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યશ ગ્રુપ ના ડાઇરેક્ટર હર્ષ પટેલ ની પ્રેરણા થી યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપની દહેજ અને યશ સ્પેશિયાલિટી કેમિકલ્સ એલએલપી વાવ ખાતે રેડ ક્રોસ બ્લડ બેન્ક અને યુનિટી બ્લડ બેન્ક ના સહયોગ થી ભારતીય જવાનોને સમર્પિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કંપનીના કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓએ રાષ્ટ્રહિતમાં રક્તદાન કરી ૧૦૦+ યુનિટ બ્લડ એકત્રિત કર્યું .

Share

Related posts

સાળંગપુરમાં હનુમાનજીને ફુગ્ગાના શણગાર સાથે મીઠાઈનો અન્નકૂટ ધરાયો.

ProudOfGujarat

નર્મદામૈયા બ્રીજ પર ભારે અને અતિભારે વાહનો માટે કાયમી પ્રતિબંધ

ProudOfGujarat

ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!