Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો આરોપી 21 વર્ષે ઝડપાયો

Share

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં રહેતો હોઇ પોલીસે ત્યાંથી દબોચ્યો
ભરૂચ.
ભરૂચ તાલુકામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 વર્ષ પહેલાં થયેલી ઘરફોડ ચોરીમાં મહારાષ્ટ્રના જાલના ખાતે આવેલાં ગુરૂગોવિંદસિંગ નગર ખાતે રહેતાં ધરમસીંગ ઉર્ફે ત્રિલોકસિંગ ઉર્ફે ખેમચાચા ઉર્ફે ગજની ગુરુબચ્ચનસિંગ સિકલીગરની સંડોવણી હોવાની ટીમ ભરૂચ એલસીબીની ટીમને મળી હતી. જેના પગલે એલસીબી પીએસઆઇ ડી. એ. તુવર તેમની ટીમના એએસઆઇ જયેશ મિસ્ત્રી, હેકો અનિરૂદ્ધસિંહ, પોકો એઝાઝઅહેમદ તેમજ હેકો ગુલાબભાઇ સહિત મહારાષ્ટ્રના જાલના ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે વોચ ગોઠવી, સ્થાનિક બાતમીદારોની મદદથી ધરમસિંગની ચોક્કસ વિગતો મેળવી તેને દબોચી લીધો હતો. 21 વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ ધરમસિંગની ધરપકડ બાદ તેની પુછપરછ કરવામાં તેણે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની ચોરીની કબુલાત કરવા સાથે તેા પર અમદાવાદમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં 7, રામોલ-ધનસુરા તેમજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1-1 એમ અમદાવાદમાં પણ 10 ચોરી સહિતના ગુનાઓને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેને ભરૂચ ખાતે લાવી તાલુકા પોલીસને સોંપવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

માંગરોળમાં મોસાલી વ્હોરા સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ કઠોરની ભાઈજાન ટીમ ચેમ્પિયન બની.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નબીપુરની પ્રાથમિક કન્યા શાળા ખાતે બાળાઓને નારીની મહત્તા સમજાવાઈ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માટે ગર્વની ક્ષણ : ભરૂચનો વેદાંત વૃંદાવનમાં ચમક્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!