Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગાંજાનો વેપલો કરતાં સાળા-બનેવીની પત્નીઓ 54.35 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ : સાળા-બનેવી ફરાર

Share

જીતાલી ગામે આલીશાન સિટી ખાતે ભરૂચ એસઓજીની ટીમે દરોડો પાડ્યો
ભરૂચ.
ભરૂચ એસઓજીની ટીમ દ્વારા અંક્લેશ્વરના જીતાલી ગામે આવેલાં આલીશાન સિટી ખાતે રહેતાં સાળા-બનેવીના ઘરે દરોડો પાડ્યો હતો.ટીમે બન્નેના ઘરમાંથી કુલ 2.221 કિલો ગાંજો તેમજ રોકડા 26.17 લાખ અને 27.75 લાખની મત્તાના સોના-ચાંદીના દાગીના મળી કુલ 54.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઘરમાં હાજર તેમની પત્નીઓની ધરપકડ કરી હતી. જ્યારે તેઓ બન્ને પોલીસની રેડ જોઇને નાસી છુટ્યાં હતાં. એસઓજીએ ચારેય વિરૂદ્ધ નાર્કોટિક્સના ગુના હેઠળ અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચ એસઓજીની ટીમે ગાંજાનો વેપલો થતો હોવાની ચોક્કસ બાતમીના આધારે અંક્લેશ્વર તાલુકામાં આવેલાં જીતાલી ગામે રહેતાં સાળા – બનેવીને ત્યાં દરોડો પાડ્યો હતો. જીતાલી ગામના આલીશાન સિટી ખાતે રહેતો સુભાષ શિવચંદ્ર યાદવ તેમજ તેનો બનેવી કુંદન મન રાય ગાંજાનો વેેપલો કરતાં હોઇ પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો. ટીમે પહેલાં સુભાષના ઘરે ચેકિંગ્ કરતાં તેની પત્ની સુમન ઘરમાં મળી આવી હતી. ટીમે તેના ઘરમાં તપાસ કરતાં શો-કેશના એક ખાનામાં મુકેલાં લોકરમાંથી કુલ 1.484 કિલો ગાંજાનાો જથ્થો મળી આવ્યો હતો. તેમજ અન્ય એક ખાનામાં તપાસ કરતાં તેમાં મુકેલાં લોકરમાં 500, 200, 100, 50ની ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં કુલ 26.17 લાખથી વધુની રોકડ મળી આવી હતી.તેમજ કુલ 27.75 લાખના સોના-ચાંદીના દાગીના મળ્યાં હતાં. કુંદન બાબતે પુછતાં તે નજીકમાં રહેતો હોવાનું જણાવતાં ટીમે તેના ઘરે દરોડો પાડતાં ઘરમાં માત્ર તેની પત્ની સંજુદેવી હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તપાસ કરતાં તેના ઘરમાંથી પણ 737 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ટીમે બન્નેના ઘરમાંથી કુલ  2.221 કિલો ગાંજો તેમજ રોકડા 26.17 લાખ અને 27.75 લાખની મત્તાના સોના-ચાંદીના દાગીના મળી કુલ 54.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં બન્ને મહિલાઓએ જણાવ્યું હતું કે, પોલીસનો દરોડો પડતાં તેમના પતિઓ ત્યાંથી નાસી છુટ્યાં હતાં. બનાવને પગલે પોલીસે ચારેય વિરૂદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે સત્યનારાયણ કથા

ProudOfGujarat

ભરૂચ મામલતદારની કચેરીની પુરવઠા શાખામાં ફોલ્ડરીયા દ્વારા ભ્રષ્ટાચાર ?

ProudOfGujarat

મોરબી સિવિલ હોસ્પિટલની ગેલેરીમાં મસમોટું ગાબડું પડતાં દર્દીઓનાં જીવ પડીકે બંધાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!