Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સોનાની 4થી 5 કિલો ગીન્ની જમીનમાંથી મળી હોવાનું જણાવી સુરતના વેપારી સાથે 10 લાખની ઠગાઇ

Share

દહેજમાં કામ કરતી વેળાં ગીન્ની મળ્યાનું જણાવી, સોદો કરવા ભરૂચ બોલાવ્યાં હતાં
ભરૂચ.
સુરતના સિટીલાઇટ રોડ પર આવેલાં પલ્લવ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં પ્રશાંત પુખરાજ શેઠીયા બામરોલી રોડ પર કપડાની દૂકાન ચલાવે છે. ગત 24મી ઓક્ટોબરના રોજ બપોરના એકાદ બે વાગ્યાના અરસામાં કડોદરા ખાતે હરકેશ્વર ફટાકડા મંડળી પાસે બે અજણ્યા શખ઼સો તેમને મળ્યાં હતાં. તેમણે તેમને જણાવ્યું હતું કે, તેઓ દહેજ ખાતે પાઇપ લાઇનનું કામ કરે છે અને તેઓ કામ કરી રહ્યાં હતાં. તે વેળાં તેમને સોના-ચાંદીના ગીન્નીઓ મળી આવી છે.
તેઓ સુરત ખાતે તેની ખરાઇ કરવા માટે આવ્યાં હતાં. ટેસ્ટ કરાવતાં તે સોના-ચાંદીની જ છે તેવું જણાવા મળ્યું હતું. તેઓએ તેમના નામ ગણેશ તેમજ વિજય હોવાનું જણાવ્યું હતું. તેમની વાતોમાં ભોળવાતાં તેઓએ એકબીજાનો નંબર લીધો હતો. તેમજ તેમને જણાવ્યું હતું કે, તેમની પાસે બીજી ઘણી ગીન્નીઓ છે વિશ્વાસ ન હોય તો તમે તે ચકાસી જૂઓ. જેથી બીજા દિવસે તેઓ ભરૂચની નર્મદા ચોકડી પાસે ભેગા થયાં હતાં. ત્યાં વિજય અને ગણેશ સાથે લક્ષ્મી નામની એક મહિલા પણ હતી. તેઓએ એક પ્લાસ્ટિકના ડબ્બામા ભરેલી ગીન્નીઓ બતાવતાં તેઓએ ચાર-પાંચ ગીન્ની લઇન સુરત ખાતે જઇ ટેસ્ટ કરાવતાં તે સોનાની જ હોવાનું માલુમ પડતાં તેમને તેમના પર વિશ્વાસ બેઠો હતો.
જે બાદ બીજા દિવસે તેઓ પાછા નર્મદા ચોકડી પાસે મળ્યાં હતાં. જોકે, વિજય અને ગણેશ ગીન્ની સાને લાવ્યાં ન હતાં. જેથી તેઓએ તે જાતે જ તેનું વજન કરાવીને જાણ કરશે તેમ જણાવ્યું હતું. બાદમાં તેમણે ફોન કરી જણાવ્યું હતું કે, તેમની પાસે 4થી 5 કિલો વજનની સોનાની ગીન્નીઓ છે. જે બાદ 29મી ઓક્ટોબરે તેઓ નર્મદા ચોકડી પાસે આવ્યાં હતાં. અને ત્યાં બેઠક કરી હતી. જેમાં 4થી 5 કિલો સોનાની ગિન્ની 10 લાખમાં ખરીદવાનું નક્કી થતાં વેપારીએ તેમને 10 લાખ રૂપિયા ચુકવી દીધાં હતાં. જે બાદ તેઓ ઘરે પહોંચી તેમની પાસેની ગીન્નીઓની ખરાઇ કરાવતાં તે નકલી હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત ગણેશ-વિજય તેમજ લક્ષ્મીનો મોબાઇલ પણ સ્વિચ ઓફ આવતો હોવાની તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાતાં તેમણે આખરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ઠગાઇ કરીને ફરાર થઇ ગયેલાં ગણેશ, વિજય તેમજ લક્ષ્મી તેમજ અન્ય એક અજાણ્યા શખ્સને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.

Share

Related posts

માંગરોળમાં ‘સ્વચ્છ ઘર-સ્વચ્છ ગામ’ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, વડોલી ગામ પ્રથમ સ્થાને

ProudOfGujarat

વડોદરા : લોનની લાલચ આપી વેપારીના 20 લાખ પડાવી લેનાર મહારાષ્ટ્રની ગેંગ ઝડપાઈ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના બાવાગોર દરગાહનો ઉર્સ કોરોના મહામારીને લીધે મોકૂફ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!