Proud of Gujarat
FeaturedGujaratINDIALifestyleUncategorized

બી.એસ.એન.એલ એ કર્યો જોરદાર ધમાકો : ૯૯૯ રૂપિયામાં વર્ષનો ડેટા અને કોલિંગ ફ્રી!!!

Share

સરકારી ટેલિકોમ કંપની BSNLએ એક મોટો ધમાકો કરતા ગ્રાહકોને માત્ર ૯૯૯ રૂપિયામાં એક વર્ષ માટે રોજનો ૧ જી.બી  ડેટા આપી રહી છે. આ ઉપરાંત આ પ્લાનમાં ૬ મહિના સુધી અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

રિચાર્જ કરાવ્યા બાદ ગ્રાહકને પ્રથમ ૧૮૧ દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને રોજના ૧૦૦ ફ્રી એસએમએસ મળશે. ત્યારબાદ કોલિંગ અને SMS માટે ચાર્જ લાગશે અને ઈન્ટરનેટ ૧ વર્ષ સુધી ચાલતુ રહેશે. જણાવી દઈએ કે, કંપનીએ તાજેતરમાં જ યૂઝર્સ માટે KOOL ઓફર રજૂ કરી હતી. આ ઓફર પ્રીપેડ યૂઝર્સ માટે છે. આ પ્લાનની ખાસ વાત એ  છે કે, તેમાં કોઈ ડેઈલી લિમિટ નથી. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગની સર્વિસ પણ મળી રહી છે. આ ઉપરાંત તેમાં રોમિંગમાં પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. આ પેકમાં રોજના ૧૦૦ ફ્રી SMS પણ આપવામાં આવી  રહ્યા છે. ૧૦૯૯ રૂપિયાના આ પ્લાનમાં ૩ જીબી ડેટા મળશે અને તેની વેલિડિટી ૮૪ દિવસની છે. આ ઉપરાંત કંપનીએ રિચાર્જ પર ૫૦ ટકા કેશબેકની ઓફર પણ આપી છે. આ ઓફર અંતર્ગત ૧૦૦ રૂપિયાનું રિચાર્જ કરવવા પર ૫૦ રૂપિયાનું કેશબેક મળશે. મેકિસમમ કેશબેક ૭૫ રૂપિયા રહેશે. આ ઓફરનો લાભ લેવા માટે ફોન પરથી રિચાર્જ કરાવવું પડશે.

Advertisement

સૌજન્ય(અકિલા)


Share

Related posts

ભરૂચ તાલુકાનાં ટંકારીયાથી પારખેત જવાના રસ્તા પરથી ક્રૂરતા પૂર્વક વહન કરાતા પશુ અંગે 3 આરોપીઓની અટક કરવામાં આવી.

ProudOfGujarat

ગુજરાતમાં રીક્ષાચાલકો માટે હવે યુનિફોર્મ ફ૨જિયાત.

ProudOfGujarat

રાજપીપળા : ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ દેડિયાપાડા તાલુકાના સરપંચ સાથે બેઠક યોજી પ્રજાલક્ષી કામોની ચર્ચા કરી.

ProudOfGujarat
error: Content is protected !!