Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતી અન્વયે નિમણૂંકપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો

Share

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે અત્રેના ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. જે અન્વયે આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરેલ છે. આ તમામ ઉમેદવારોને આજરોજ તારીખ 3-7-2025 ગુરુવારના રોજ આર.એસ દલાલ હાઈસ્કૂલ, ભરૂચ ખાતે માન. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સ્વાતિબા કે. રાઓલ તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરના સભ્યશ્રી પ્રવિણસિંહ રણાના વરદ હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા. સાથે સાથે તેઓ શિક્ષણ જગતમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી. ભરૂચ જિલ્લામાં આવનાર નવા શિક્ષકો થકી ભરૂચ શિક્ષણમાં પ્રગતિ કરે તેવું માર્ગદર્શન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

વરનામાં પોલીસ લાઈન જર્જરિત હાલત માં અને 16 પોલીસ પરિવાર ભગવાન ભરોસે..

ProudOfGujarat

ભરૂચની સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા કલેકટર.

ProudOfGujarat

ડેડીયાપાડાની બારોટ વિદ્યાલયમાં વર્ગખંડોમાં પાણી ભરાતા શિક્ષણકાર્ય અટક્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!