લાંબા સમયથી ભરૂચ અંકલેશ્વરમાં રહેતાં હોવાનું તપાસમાં બહાર આવ્યું
ઝડપાયેલાં બાંગ્લાદેશીઓ પાસેથી ભારતના પણ બોગસ દસ્તાવેજી પુરાવા મળ્યા
ભરૂચ.
ભરૂચ-અંકલેશ્વરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરી પાંચ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ભરૂચ પોલીસ દ્વારા આ પહેલા પણ ભરૂચ અને અંકલેશ્વર પંથકમાંથી બે વાર ઝુંબેશ હાથ ધરી કુલ ૩૦ થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જે બાદ તેમને ડિપોર્ટ કરવાની કવાયત હાથ ધરાઈ હતી. હાલમાં ઝડપાયેલા બાંગ્લાદેશીઓની પણ પુછપરછ કરી તેમને ડિપોર્ટ કરવા માટેની પક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પહેલગામ એટેક બાદ ભારતમાં ઘુસણખોરી કરીને રહેતાં લોકોને ઝડપી પાડી તેમને ડિપોર્ટ કરવા માટેની સુચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે અગાઉ ભરૂચ જિલ્લામાંથી બે વાર ઝુંબેશ હાથ ધરી કુલ ૩૦થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડી તેમને ડિપોર્ટ કરવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં ભરૂચ એસઓજીની ટીમે પુનઃ ઝુંબેશ હાથ ધરતાં ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને ખાસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં ભરૂચ અંકલેશ્વરના અલગ અલગ સ્થળેથી ત્રયા મહિલા, એક સગીરા તેમજ એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓને ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની પ્રાથમિક પુછપરછ કરતાં તેમની પાસેથી ભારત દેશના તેમજ બાંગ્લાદેશના દસ્તાવેજો મળી આવ્યાં હતાં. ટીમે તેઓ ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ્યા ત્યારે તેઓ કેવી રીતે ભારતમાં આવ્યાં, અન્ય કોની કોની સાથે તેમનો સંપર્ક છે તે સહિતની વિગતો એકત્ર કરવામાં આવી રહ્યાં છે. ભરૂચ એસઓજીની ટીમ હાલમાં તેમના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવા સાથે તેમને ડિપોર્ટ કરવા માટેની પક્રિયામાં જોતરાઈ ગઈ છે.
બાંગ્લાદેશીઓએ બોગસ દસ્તાવેજો કેવી રીતે બનાવ્યા તેની તપાસ થશે ભરૂચ એસઓજીની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ભરૂચ અને અંકલેશ્વરમાંથી કુલ પાંચ બાંગ્લાદેશીઓને ઝડપી પાડયાં છે. ત્યારે તેઓ પાસે બાંગ્લાદેશી દસ્તાવેજો સાથે ભારતિય દસ્તાવેજો પણ મળી આવ્યાં હતાં. ત્યારે તેઓ ભરૂચમાં સ્થાયી થવાના પહેલા દેશના અન્ય વિસ્તારમાં રહેતાં હતાં. તે વેળાં તેમણે સરકારી દસ્તાવેજો બનાવ્યાં હોઈ તેના આધારે ગુજરાતમાં આવ્યાં બાદ તેમણે નવા દસ્તાવેજો બનાવ્યા હોવાનું મનાઈ રહ્યું છે.
કેટલીંક મહિલાઓ સ્પા માં કામ કરતી હતી ભરૂચ શહેર જિલ્લા સહિત અનેક સ્થળે સ્પાની આડમાં દેહવિક્રિયતાનો વ્યવસાય ચાલતો હોય છે. ત્યારે આવા સ્થળ પર મોટેભાગે પશ્ચિમ બંગાળ, આસામ સહિતના રાજ્યની યુવતીઓ કામ કરતી હોય છે. ત્યારે બાંગ્લાદેશમાંથી ઘુસપેંઠ કરીને આવેલી મહિલાઓ પણ આવા કામમાં લાગી જતી હોય છે. ત્યારે ભરૂચમાંથી ઝડપાયેલી કેટલીક મહિલા સ્પામાં કામ કરતી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ઝડપાયેલો શખ્સ મત્સ્ય તળાવ પર કામ કરતો હતો બાંગ્લાદેશથી ઘુસપેઠ કરનારા મોટા ભાગના પુરૂષો એકાંતવાળા વિસ્તારમાં કામ કરવાનું વધુ પસંદ કરે છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં ઝડપાયેલાં બાંગ્લાદેશીઓ પૈકીના મોટા ભાગના બાંગ્લાદેશીઓ મત્સતળાવ પર કામ કરતાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. બાંગ્લાદેશમાં સામાન્યત: મત્સ્ય ઉયોગ મોટો રોજગાર છે ત્યારે તેઓ અહીં આવીને તેમના મત્સ્યઉધ્યોગના જ્ઞાનને લઈને મત્સ-જીંગા તળાવ ખાતે જ કામ કરતાં હોય છે. કેટલાંક લોકો તેમના બોગસ દસ્તાવેજોના આધારે ગામમાં મત્સઉધ્યોગ માટે તળાવ પયા ભાડે રાખતાં હોય છે.
