Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન- ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ

Share

 – જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરાઈ
ભરૂચ
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
જિલ્લા આયોજન ભવન ખાતે યોજાયેલ આ બેઠકમાં, જનપ્રતિનિધિઓએ  જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક અને અન્ય રસ્તાઓ સાથે જોડતાં રસ્તાઓ, આવાસ, વીજળી, શિક્ષણ, આરોગ્ય, જમીન માપણી, લેન્ડલૂઝરને વગતા પ્રશ્રો, વરસાદી પાણી ભરાવાના પ્રશ્રો, સિંચાઈ, પાણી, જમીન માપણી અને જમીન સંપાદન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી.વધુમાં અધિકારીઓને રચનાત્મક માર્ગદર્શન આપી સરકારી દબાણ હટાવવા માટે ઝીરો ટોલસન્સથી કામગીરી કરવા અનુરોધ તેમણે કર્યો હતો. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવા માટે સંબંધિત કચેરીઓના વડાઓને જરૂરી સંકલન કરવા સૂચના આપી હતી.
માર્ગ અને મકાન (પંચાયત અને રાજય), તેમજ માર્ગને લગતા મરામતના કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેકટરે દિશાનિર્દેશ આપ્યા હતા. બેઠક સંચાલન નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલે કર્યુ હતુ. બેઠકમાં, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, સાંસદ મનસુખભાઈ વસાવા,ધારાસભ્ય સર્વે રમેશ મિસ્ત્રી,  અરૂણસિંહ રણા,  રિતેશભાઈ વસાવા, ડી.કે. સ્વામી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ વડા  અજય મિણા આઇ. એ. એસ, પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન (રાજય અને પંચાયત), નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને વિવિધ કચેરીઓના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાનાં કલ્લા ગામે ૧૬ માર્ચે યોજાનાર કલ્લા શરીફનો ઉર્સ મુલત્વી રખાયો.

ProudOfGujarat

ક્રિકેટ મેચ પર સટ્ટા બેટિંગ કરતા 15 ઈસમો સામે અંકલેશ્વર શહેર પોલીસમાં ગુનો નોંધાયો, ત્રણની ધરપકડ

ProudOfGujarat

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી કાલથી ફરી પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!