Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

ડાભા ગામે ઇંટોના ભઠ્ઠાના સંચાલકના ઘરમાંથી 1.57 લાખની ચોરી

Share

ભરૂચ.
જંબુસર તાલુકાના ડાભા ગામે નવી કુમાર પ્રાથમિક શાળા પાસે રહેતાં મોઇન મહેબુબ ભઠ્ઠી એમ.એમ.1 બ્રિક્સ નામનો ઇંટોનો ભઠ્ઠો ચલાવે છે. ગત રાત્રીએ તેઓ તેમજ તેમના પરિવારજનો તેમના રૂમમાં સુઇ ગયાં હતાં. જ્યારે તેઓ ઘરની બહાર હિંચકા પર બેસીને રાત્રે એક વાગ્યા સુધી મોબાઇલ જોયાં બાદ રૂમમાં જઇને સુઇ ગયાં હતાં.  દરમિયાનમાં સવારે 7વાગ્યે તેઓ ઉઠી જતાં તે ઘરમાં બીજા રૂમમાં મુકેલો તેનો ટોવેલ વેવા જતાં રૂમના દરવાજો અંદરથી બંધ હોવાનું માલુમ પડ્યું તેમણે ઘરના પાછળના ભાગે જઇને જોતાં રૂમનો પાછળનો દરવાજો ખુલ્લો હતો. કોઇ તસ્કરોએ રાત્રીના સમયે તેમના ઘરના રૂમના પાછળના દરવાજાને બહારથી કોઇ મશિન કે ધારદાર હથિયારથી અલગ અલગ ત્રણ જગ્યાએ હોલ પાડી દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેમજ ઘરમાં મુકેલી તિજોરીનું લોક તોડી તેમાંથી સોનાચાંદીના દાગીના તેમજ રોકડાં 1.05 લાખ મળી કુલ 1.57 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાં હતાં. બનાવને પગલે તેમણે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોના પગેરૂ મેળવવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

Share

Related posts

નવસારીથી સાયકલ યાત્રાએ નીકળેલા નરેશભાઈ આહિર તવરા ગામે પહોંચ્યા, પાંચ દૈવી મંદિરે દર્શન કર્યા

ProudOfGujarat

ગાંધીજી સતત પ્રવાસ કરતા અેટલે લોકો પત્ર પર સરનામાની જગ્યાએ લખતાં… ગાંધીજી, જ્યાં હોય ત્યાં

ProudOfGujarat

અંકલેશ્વરના શક્તિ નગર સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી દિન દહાડે ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!