ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ભરૂચ કલેક્ટરને શુક્રવારે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગત 22મી જૂલાઇએ જગદિશ મહેતા સિનિયર જર્નાલિસ્ટ અને ગોપી ધાંધર નિર્ભય ન્યૂઝ એન્કરની ડિબેટ દરમિયાન જગદિશ મહેતા દ્વારા આદિવાસી આદિવાસસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રિય મંત્રી અને વિરોધપક્ષ્ના નેતતા તુષાર ચૌધરી વિશે અપમાન જનક ટીકા કરવા બદલ તેમજ જગદિશ મહેતા આદિવાસી લોકો વિશે અપમાન જનક શબ્દો ઉચ્ચાર્યાં હતાં. જેના પગલે સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાાન થયું છે અને લાગણી દુકાઇ છે. દુ:ખદ બાબત સાથે કહેવું પડે છ કે, ડિબેટ દરમિયાન જગદિશ મહેતાની સાથે ટીવી નિર્ભય ન્યૂઝના એન્કર ગોપી ધાંધર પણ સમગ્ર વાતચીત દરમિયાન તેમની હા માં હા મિલાવી લાગણી દુભાવે છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક ધોરણે જગદિશ મહેતા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જો તેમ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે.
ન્યૂઝ ડિબેટમાં આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી મુદ્દે સિની. જર્નાલિસ્ટ, એન્કર વિરૂદ્ધ કાર્યવાહીની માગ
ભરૂચ.
ગત મંગળવારે સિનિયર નિર્ભય ન્યૂઝના એક ડિેબેટમાં સીનિયર મહેતા જગદીશ મહેતા તેમજ એન્કર ગોપી ધાંધર દ્વારા આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રિય મંત્રી અને વિરોધ પક્ષના નેતાં તુષાર ચૌધર વિશે અપમાન જનક ટીકા કરવા મુદ્દે તેમજ આદિવાસી સમાજ વિષે અપમાન જનક ટીપ્પણી કરવા બદલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. ઉપરાંત જો, કસુરવારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Advertisement
