ભરૂચ
ભરૂચ જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા 28 જુલાઈથી 30 જુલાઈ સુધી ત્રણ દિવસીય વિશેષ ટ્રાફિક ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સમગ્ર જિલ્લાના તમામ પોલીસ મથકોને આ ડ્રાઈવમાં ફરજિયાત રીતે જોડાવા સૂચના આપવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત વાહનચાલકોના ટ્રાફિક નિયમો ઉલંઘન કરવા બદલ સ્થળ પર દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે વાહનચાલકો હેલમેટ વિના, મોબાઇલ ફોન વાપરીને વાહન ચલાવે છે કે પછી વાહન પર ગેરકાયદેસર નંબર પ્લેટ લગાવે છે, આવા કેસોમાં પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોએ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નિયમોના ઉલંઘનકારો સામે દંડ તેમજ કાયદેસર કાર્યવાહી થશે, તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.અધિકારીઓના જણાવ્યા મુજબ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસની ટીમો વિવિધ ટ્રાફિક પોઇન્ટ્સ પર તૈનાત રહેશે અને નીચેના મુદ્દાઓ પર ખાસ ચેકિંગ હાથ ધરશે
હેલમેટ વગર વાહન ચલાવવું
વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ
ગેરકાયદેસર નંબર પ્લેટ
સીટબેલ્ટનો અભાવ
રોંગ સાઇડ ડ્રાઇવિંગ
વાહનમાં ડાર્ક ફીલ્મ
નિયમથી વધુ પેસેન્જર લઈ જવું
ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું
