Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વાઘ દિવસની ઉજવણી

Share

ભરૂચ

૨૯મી જૂલાઈ,માંગરોળ તાલુકામાં કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વાઘ દિવસનીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વકૃત્વ સ્પર્ધા તેમજ પોસ્ટર પ્રેસેન્ટેશન આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા વાઘના જતન માટે વિવિધ વિષયો પર વકૃત્વ આપવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય ડૉ. સુર્યસિંહ વસાવા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અને આ પ્રકારના વિશિષ્ટ દિવસની ઉજવણી માટે પ્રાણીશાસ્ત્ર વિભાગ અભિનંદન આપ્યા હતા. તેમજ પ્રાણીશાસ્ત્ર વિભાગના વડા પ્રો. રાજેશ ગોહેલ દ્વારા વિશ્વ વાઘ દિવસનું મહત્વ સમજાવવા આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન વિરલ ગામીત, પરિમા ગામીત અને દિક્ષિત નાથણી દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

નિલમબાગ પોલીસ સ્ટેશનનાં મારા-મારીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

વડતાલ પોલીસે બે મહિલાઓને ચોરીના ૨.૪૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી

ProudOfGujarat

ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય થતા કરજણ તાલુકા ભાજપ એ વિજયોત્સવ મનાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!