Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પોલીસના ભૂતપૂર્વ એએસઆઈને “President Police Medal for Distinguished Service” એનાયત

Share

ભરૂચ.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે, ગાંધીનગર સ્થિત કરાઈ પોલીસ એકેડેમી ખાતે આયોજિત એક સન્માન સમારંભ દરમિયાન ભરૂચ એલસીબીમાંથી નિવૃત્ત થયેલ એએસઆઈ પ્રદીપભાઈ શશીકાંત મોઘેને દેશના સૌથી પ્રતિષ્ઠિત પોલીસ પુરસ્કાર પૈકીના એક એવા *”President Police Medal for Distinguished Service” (વિશિષ્ટ સેવા પદક)*થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એએસઆઈ પ્રદીપભાઈ મોઘેની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા, તેમજ ગુનાખોરી સામેના લડતમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ તેમને આ પદક અપાયું છે. તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ અનેક ગંભીર ગુનાઓ ઉકેલી સમાજમાં શાંતિ અને કાયદા વ્યવસ્થા જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ જિલ્લાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Share

Related posts

શાસ્ત્રો પ્રમાણે બતાવવામાં આવેલ ભક્તિના ચાર સૂત્રોના હનુમાનને ગુરુ માનવામાં આવ્યા.જાણો એ ચાર સૂત્રો વિશે…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો બોમ્બ ફૂટયો છે સાત જેટલા લોકો સંક્રમિત થઈને આવતા ભરૂચ જિલ્લામાં આરોગ્ય ખાતુ અને વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.

ProudOfGujarat

અંકલેશ્વર:આનંદ શાળા પ્રોજેક્ટના ભાગરૂપે જે સાંઈ મિશન હેપીનેસ દ્વારા નોટબુક,પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!