Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના સમારોહમાં ભરૂચ અખોડ ગામના સરપંચની પસંદગી

Share

ગુજરાતનું એક આદર્શ ગામ: અખોડ
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં ઓડીએફ પ્લસ મોડેલ ગામમાં સારું કામ કરીને ગામને સ્વચ્છ બનાવી રહ્યા છે. જેને લઈને ગુજરાત રાજયમાંથી ૩ સરપંચની પસંદગી કરવામાં આવી છે. જે દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસના સમારોહમાં હાજરી આપશે. જેમાં ભરૂચ જિલ્લાના અખોડ ગામના સરપંચ નરેન્દ્ર સોલંકી ને સ્વતંત્રતા દિવસના સમારોહમાં ડીડી ડબલ્યુ ખાસ મહેમાન તરીકે હાજરી આપવામાં માટે આમંત્રણ આપ્યું છે. જે દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસના સમારોહમાં હાજરી આપશે.
       ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાના અખોડ ગામનાં સરપંચ નરેન્દ્રસિંહ સોલંકીએ ગામની વિકાસગાથા વર્ણવતા જણાવ્યું હતું કે, અમારા ગામને જિલ્લામાં “મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ” તરીકે ઓળખવામાં આવે છે, અને તેનું કારણ સ્પષ્ટ છે. અખોડ ગામ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
      ગામના દરેક ઘરમાં ૧૦૦% શૌચાલયની સુવિધા છે, જે સ્વચ્છતા તરફનું પહેલું અને સૌથી મોટું પગલું છે. આ ઉપરાંત, અખોડમાં કચરાનું સંચાલન અનોખી રીતે થાય છે. દરેક ઘરમાંથી કચરો ભેગો કરી તેનું પૂરતું સેગ્રિગેશન કરવામાં આવે છે, જેમાં ભીના અને સૂકા કચરાને અલગ પાડવામાં આવે છે. સૂકા કચરામાંના પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે વેચી દેવામાં આવે છે, જ્યારે ભીના કચરામાંથી ઉત્તમ ગુણવત્તાનું ખાતર બનાવી ગામના ખેડૂતોને ખેતી માટે મફત વિતરણ કરવામાં આવે છે. આનાથી પર્યાવરણની સુરક્ષા સાથે આર્થિક લાભ પણ થઈ રહ્યો છે.
     સાથોસાથ  અખોડ ગામમાં સુયોજિત ગટર વ્યવસ્થા પણ છે. અહીંના ગ્રે-વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી પાણીને શુદ્ધ કરીને ખેતી માટે ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે, જે પાણી બચાવવાની દિશામાં એક પ્રેરણાદાયક પગલું છે.
   વિકાસની આ ગાથા માત્ર ભૌતિક સુવિધાઓ પૂરતી સીમિત નથી. ગામમાં લોકો જાગૃત રહે તે માટે જાહેર સ્થળો પર IEC (Information, Education and Communication) હેઠળ વિવિધ યોજનાકીય માહિતીઓ આપવામાં આવે છે. ભીંતચિત્રો, સૂત્રો અને ભવાઈ જેવા પરંપરાગત માધ્યમોનો ઉપયોગ કરીને ગ્રામજનોને શિક્ષણ અને જાગૃતિ પૂરી પાડવામાં આવે છે.
   આમ, ગુજરાતના અખોડ ગામને જોઈને લાગે છે કે સ્વચ્છતા અને વિકાસ માત્ર સપના નથી, પરંતુ સાકાર થયેલી વાસ્તવિકતા છે. અખોડ ગામ સાબિત કરે છે કે જો સામુદાયિક ભાવના અને દ્રઢ ઈચ્છાશક્તિ હોય તો કોઈ પણ ગામ આદર્શ અને વિકસિત બની શકે છે. આ ગામ ખરેખર અન્ય ગામો માટે એક પ્રેરણાસ્ત્રોત છે.

Share

Related posts

રાજપીપળા વડ ફળીયામાં જુગારની રેડમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પાંચ જુગારીઓ ઝડપાયા, બે ફરાર.

ProudOfGujarat

રાજપીપળાની કામના પટેલ મિસિસ ઈન્ડિયા કોન્ટેસ્ટની ફાઇનલમાં દિલ્હી ખાતે ભાગ લેશે.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરહદી કચ્છ જિલ્લાના વિકાસને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!