Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કારની ટક્કરે બાઇક સવારે મહિલા સહિત બેને ઇજા ,જંબુસરના કોટેશ્વર રોડ પર બનેલી ઘટના

Share

ભરૂચ.

જંબુસરના કાવા ભાગોળ ખાતે નાળિયા ખડકી ખાતે રહેતાં ગીરીશ ચંપક પટેલ તેમના ઘરે હતાં. તે વેળાં તેમના ભાઇ કમલેશે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તેમના ભાઇ ધર્મેન્દ્રનું કોટેશ્વર રોડ પર તબેલાં પાસે અકસ્માત સર્જાયો છે. જેથી તેઓ તુરંત સ્થળ પર દોડી જતાં તેમણે તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, તેમના ભાઇ ધર્મેન્દ્ર તેમજ મોગીબેન હિરા મહિડા બન્ને બાઇક પર જઇ રહ્યાં હતાં. તેે વેળાં એક વરના કારનાચાલકે તેમની બાઇકને ટક્કર મારતાં બન્નેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી દારૂલ કુરાલ હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. જ્યાંથી ધર્મેન્્રને વધુ સારવાર માટે ભોઇ જ્યારે મોગીબેનને અંક્લેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. પ્રથમિક તબક્કે વરના કારના ચાલકનું નામ કેતન ગિરીશ પટેલ (રહે. ભોદર, જંબુસર) હોવાનું માલુુમ પડ્યું હતું. પહેલાં તેમની વચ્ચે સમાધાનની વાત ચાલી રહી હતી. જોકે, બાદમાં જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ લીંક રોડ પર રખડતા પશુઓનો આતંક — ગાયના હુમલાથી મહિલા ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ઝાયેદ ખાને સુપરહિટ ફિલ્મ ‘દાસ’ ની દ્રશ્ય શૈલીને આકાર આપવામાં કેવી રીતે મુખ્ય ભૂમિકા ભજવી તે ખુલાસો કર્યો

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ના ગંગાજમના સોસાયટી ખાતે બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!