Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર એશિયન પેન્ટ કંપની રો મટીરીયલ મુંબઈ લઇ આવતી વખતે સગેવગે કરનાર ચાલકોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

Share

અંકલેશ્વર એશિયન પેન્ટ કંપની રો મટીરીયલ મુંબઈ લઇ આવતી વખતે સગેવગે કરનાર ચાલકોને પોલીસે ઝડપી પાડ્યા હતા.950 કિલો ટર્પેન્ટાઈન ઓઇલ સગેવગે કર્યું હતું. પોલીસ મથકે 92.150 રૂપિયા ની વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બને આરોપી ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ શરૂ કરી હતી. ગત 16 મી ઓગસ્ટ થી 21 ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેન્ટ કંપની માં મુંબઈ ખાતે આવેલ બીપીસીએલ કંપની માં રો મટીરીયલ ( ટર્પેન્ટાઈન ઓઇલ) નો જથ્થો બે ગાડી થી આવી રહ્યો હતો. જે જથ્થો ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવ લાવી રહ્યા હતા. જે કંપની પર પહોંચ્યા બાદ જથ્થામાંથી 950 લીટર નો જથ્થો ઓછો આવ્યો હોવાનું બિલ મુજબ જોવા મળ્યું હતું.જે અંગે બને ચાલકો વિરુદ્ધ જીઆઇડીસી પોલીસ મથકે એશિયન પેન્ટ કંપની ના અધિકારી કમલભાઈ જોષી દ્વારા 950 કિલો નો જથ્થો સગેવગે કરવા બદલ 92.150 રૂપિયા ની વિશ્વાસઘાત ઘાત ની ફરિયાદ નોંધાવી હતી. જેની જીઆઇડીસી પોલીસે તપાસ શરુ કરી હતી અને બને ગાડી ના હાલક ચંદન યાદવ અને સુનિલ યાદવ ની ધરપકડ કરી મુંબઈ થી આવેલ ટર્પેન્ટાઈન ઓઇલ નો જથ્થો ક્યાં અને કોની વેચી માર્યો તે અંગે પોલીસ પૂછપરછ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

કડાણા નહેરમાંથી રવિ મોસમ માટે સિંચાઇના પાણી મળશે

ProudOfGujarat

ભરૂચ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું……….

ProudOfGujarat

ભરૂચમાં અનાજ કરિયાણાની દુકાનમાંથી 1.20 લાખની ચોરી કરી બે ગઠિયા ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!