Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIASportUncategorized

વાંકલ સરકારી આર્ટસ કોલેજનું ગૌરવ.વાંકલ આર્ટસ કોલેજ ના બે વિદ્યાર્થી દોડ સ્પર્ધામાં મેંગ્લોર યુનિવર્સીટી કર્ણાટક ખાતે રમવા જવા પસંદગી પામ્યા.

Share

વાંકલ ::

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત અતંર્ગત સરકારી વિજ્ઞાન કોલેજ, સોનગઢ દ્વારા તા.૨૯,૩૦/૦૮/૨૦૨૫ ના રોજ આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી(૧૦કિમી દોડ)રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કુલ ૪૮ કૉલેજ માંથી કુલ ૨૩૩ ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.જેમાં શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલના ભાઈઓ અને બહેનોની ટીમે ખૂબ જ ઉત્કૃષ્ઠ દેખાવ કરેલ છે.ચૌધરી પિયુષભાઈ ભગુભાઈ અને ચૌધરી સોહાનીબેન મુકેશભાઈ આ બંને વિદ્યાર્થીઓની ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ક્રોસ કન્ટ્રી રમત સ્પર્ધા માટેની વી.એન.એસ.જી.યુનિ સુરતની ટીમ માટે પસંદગી પામેલ છે.જે આવનારા દિવસોમાં મેંગ્લોર યુનિવર્સિટી કર્ણાટક ખાતે રમવા જશે.બહેનોની ટીમ ચોથાસ્થાને તથા ભાઈઓની ટીમ પાંચમાં સ્થાને રહેલ છે એ બદલ યુનિવર્સિટી ટીમમાં પસંદગી પામેલ ખેલાડીઓને, સમગ્ર ટીમ તથા કોચ વિજયભાઈ ગિરીશભાઈ દવેને કોલેજ આચાર્ય ડૉ.દીપકભાઈ.આર. ચૌધરી તથા સમગ્ર સ્ટાફ ગણ દ્વારા અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Share

Related posts

શનિવારે ભરૂચમાં ૪૮મી ઐયપ્પા ભગવાનની શોભાયાત્રા નિકળશે

ProudOfGujarat

બોડેલી નજીક ઉંચાપાણ ગામમાં કૂવામાં પડેલા દીપડાને કરાયો રેસ્ક્યુ, લોકોમાં ફફડાટ

ProudOfGujarat

ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી 3 બની 2020 ની સૌથી સફળ ફિલ્મ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!