Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ની શ્રી હરિ ઈન્ડસ્ટીયલ એસેટ માં બિન અધિકૃત રીતે કેમિકલ યુક્ત દ્રમ ધોવાણ કરતા પટેલ દંપતી સામે ગુનો દાખલ કર્યો હતો. 

Share

આશદીપ પેકેજિંગ નામ ના ગોડાઉન માં વિવિધ કંપની દ્રમ, કારબા લાવી ધોવાણ કરતા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતો. રૂરલ પોલીસ મથકે જીપીસીબી કે સંબંધિત વિભાગ ની મંજૂરી વગર થતા બિન અધિકૃત કારોબાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે  અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ શ્રી હરિ ઈન્ડસ્ટીયલ એસેટ  આશદીપ પેકેજિંગ વિવિધ કંપની માંથી રાસાયણિક કેમિકલ યુક્ત દ્રમ લાવી ધોવાણ કરવામાં આવી રહ્યું છે. જે ચોક્કસ માહિતી આધારે એલસીબી પોલીસે આશદીપ પેકેજિંગદરોડા પાડી સર્ચ કરતા વિવિધ કંપની બેરલ અને કારબા ધોવામાં આવી રહ્યા હતા. જે અંગે ગોડાઉન સંચાલક દિલીપ નાથાલાલ પટેલ પાસે જીપીસીબી તેમજ અન્ય સંબંધિત વિભાગ ની જરૂરી મંજૂરી અંગે આધાર પુરાવા માંગતા ગલ્લા-તલ્લા કરી ઉડાઉ જવાબ આપવા સાથે સમક્ષ અધિકારીની પરવાનગી પત્ર રજુ કર્યો ના હતો. જે આધારે પોલીસ દ્વારા આશદીપ પેકેજિંગ સંચાલક દિલીપ પટેલ અને તેની પત્ની આશા પટેલ વિરુદ્ધ જીપીસીબી ની કોઈપણ પ્રકાર ની મજૂરી વગર ગેરકાયદેસર રીતે ગોડાઉન માં કેમિકલ યુક્ત બેરલો વોશ કરી વોશ કરવા થી નીકળતું પર્યાવરણ તેમજ જીવ સૃષ્ટિ ન નુકસાન કરતું કેમિકલ યુક્ત પાણી પાઇપ લાઇન વડે ગોડાઉન પાછળ જાહેર મ કેનાલ માં નિકાલ કરવા બદલ ગુનો નોંધી બને ની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

દુ:ખદ વાદળ ફાટ્યા પછી, બાબા પ્રિયમસ્વામીજી ભક્તોને સમર્થન અને પ્રાર્થના કરવા અમરનાથ પહોંચ્યા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે ખાડીમાં રેતીના ખોદકામ બાબતે વિવાદ સર્જાયો રજુઆતને પગલે જિલ્લા ખનીજ વિભાગે સઘન તપાસ હાથ ધરી.

ProudOfGujarat

ભરૂચ : મોડી રાત્રીનાં વીજ કડાકા સાથે જામ્યો તોફાની વરસાદી માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!