Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના NSC અને NYG ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યાએ ભજનો તેમજ ગીતોની રમઝટ બોલાવી હતી

Share

દુદાળા દેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એન.એસ.સી. અને એન.વાય.જી. ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા, હકાભા ગઢવી અને સંસ્કાર ધોળકિયા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ,લાખા હનુમાનજી મંદિરના મહંત, અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝા, ઉદ્યોગ અગ્રણી સંદીપ વિઠલાણી, જૈમીન પટેલ,તુષાર પટેલ, કૃપાલસિંહ વાઘેલા, રમેશ ગાબાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકડાયરામાં લોકોએ કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

Advertisement

Share

Related posts

કેદારનાથ ધામના કપાટ ખુલ્લાં મૂકાયા, ઢોલ-નગાડા વગાડી કરાઈ ઉજવણી

ProudOfGujarat

અંકલેશ્વરમાં લોકસભા ની ચૂંટણી અર્થે આગામી કાર્યક્રમો માટે ની ભાજપ ની બેઠક યોજાય…

ProudOfGujarat

જિલ્લા કલેકટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ : ભરૂચમાં માર્ગ સલામતી વધુ મજબૂત બનાવવા જિલ્લા કલેકટરએ આપ્યા મહત્વપૂર્ણ નિર્દેશો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!