Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પીજીઆઈએમ ઈન્ડિયા એએમસીએ ઓએનડીસી નેટવર્ક પર મ્યુચ્યુઅલ ફંડ્સ લાવવા માટે સાયબ્રિલા સાથે ભાગીદારી કરી

Share

મુંબઈ, 09 સપ્ટેમ્બર, 2025 – પીજીઆઈએમ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે સાયબ્રિલા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) નેટવર્ક સાથે તેના ઇન્ટિગ્રેશનની જાહેરાત કરી હતી. આ વ્યૂહાત્મક પહેલ ઓએનડીસી નેટવર્કના ડિસેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સાયબ્રિલાના મજબૂત બેકેન્ડ પ્લેટફોર્મનો લાભ લઈને સમગ્ર ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણોની એક્સેસ વિસ્તારવા પીજીઆઈએમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પીજીઆઈએમ ઈન્ડિયાનું ઇન્ટિગ્રેશન ડિસ્ટ્રીબ્યુટર્સ અને પ્લેટફોર્મ્સ માટે બેકેન્ડ રેઇલ્સ પૂરા પાડીને સાયબ્રિલા ટેક્નોલોજીસ (સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ) દ્વારા સક્ષમ કરવામાં આવ્યું છે. પીજીઆઈએમ ઈન્ડિયા એએમસી આ ફ્રેમવર્ક પર મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સનો તેનો પોર્ટફોલિયો લાવે છે જ્યારે ઓએનડીસી નેટવર્ક ઓપન, ઇન્ટરઓપરેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરે છે જે ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ ઘટાડે છે અને પહોંચ વધારે છે જેનાથી સમગ્ર ભારતના બહોળા રોકાણકાર વર્ગ માટે ભાગ લેવાનું સરળ બને છે. પીજીઆઈએમ ઈન્ડિયા એએમસીનો ઉદ્દેશ્ય નીચી ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ તથા વધુ પારદર્શકતા સાથે મ્યુચ્યુઅલ ફંડ રોકાણોની સરળ એક્સેસ ઓફર કરીને સ્થાનિક ઉદ્યોગસાહસિકો, ફિનટેક પ્લેટફોર્મ્સ અને નાના શહેરના રોકાણકારો સહિતના, ખાસ કરીને ટિયર 2, ટિયર 3 અને ગ્રામીણ વિસ્તારોના ડિસ્ટ્રીબ્યુટર્સને સશક્ત બનાવવાનો છે.

પીજીઆઈએમ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અભિષેક તિવારીએ જણાવ્યું હતું કે સાયબ્રિલા સાથે ભાગીદારી કરીને ઓએનડીસી નેટવર્કમાં જોડાતા પીજીઆઈએમ ઈન્ડિયા પરંપરાગત સીમાઓ અને મર્યાદાઓથી આગળ વધીને રોકાણોને સુલભ બનાવવાની નવી તકો અનલોક કરે છે. આ પહેલ અમારી એ માન્યતાનું સમર્થન કરે છે કે રોકાણની તકો દરેક ભારતીય માટે સુલભ, સમાવેશક અને સમાન હોવી જોઈએ, ચાહે તે ગમે તે વિસ્તારમાં રહેતો હોય કે પછી ગમે તેવી સામાજિક-આર્થિક સ્થિતિ ધરાવતો હોય.

Advertisement

ઓએનડીસી ખાતેના સીઓઓ અને એક્ટિંગ સીઈઓ વિભોર જૈને જણાવ્યું હતું કે પીજીઆઈએમ ઈન્ડિયાનું ઓએનડીસી નેટવર્ક પર ઇન્ટિગ્રેશન દર્શાવે છે કે જ્યારે ડિસ્ટ્રીબ્યુશન કોઈ કિંમત કે વિસ્તાર પૂરતું મર્યાદિત ન રહે ત્યારે કેવી રીતે ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સની પુનઃકલ્પના કરી શકાય છે. ઓએનડીસી થકી મ્યુચ્યુઅલ ફંડ્સ હવે ડેઈલી એસઆઈપી જેવા નવા ફોર્મેટ્સમાં ડિજિટલ ફર્સ્ટ પ્લેટફોર્મ્સ થકી રોકાણકારો સુધી પહોંચી શકે છે જે રોકાણને કેવળ સરળ જ નહીં પરંતુ નાના શહેરો અને ગ્રામીણ ભારતમાં વધુ સુલભ પણ બનાવે છે. આ ઓપન નેટવર્કનું એક સાચું વચન છેઃ પ્રેક્ટિકલ અને સમાવેશક સોલ્યુશન્સ જે નાણાંકીય સહભાગિતાના વર્તુળને વિસ્તારે છે.

સાયબ્રિલાના ડિરેક્ટર આંચલ જાજોડિયાએ જણાવ્યું હતું કે ઓએનડીસી નેટવર્ક ભારતની નાણાંકીય ઇકોસિસ્ટમ માટે એક નવા પ્રકરણનું પ્રતિનિધિત્વ કરે છે અને સાયબ્રિલાને પીજીઆઈએમ ઈન્ડિયા એએમસી સાથે આ પરિવર્તનને આગળ ધપાવવાનો ગર્વ છે. આ ઇન્ટિગ્રેશનનો અર્થ એ છે કે નાના શહેરમાં દુકાનદાર અને મેટ્રોમાં ડિજિટલ-ફર્સ્ટ સેવર બંને મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સને સમાન કિંમતે અને સમાન સરળતાથી એક્સેસ કરી શકે છે. રોકાણના ભવિષ્ય માટે સાયબ્રિલા આ પ્રકારનો સમાવેશ બનાવી રહી છે.ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત પહેલ ઓએનડીસી ડિજિટલ કોમર્સ માટે એક ઓપન, ઇન્ટરઓપરેબલ મોડેલને પ્રોત્સાહન આપે છે, જે સમાવેશકતા અને વ્યાપક ભાગીદારી તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે.

ઓએનડીસી નેટવર્કમાં જોડાઈને પીજીઆઈએમ ઈન્ડિયા નીચે મુજબના કામો કરી શકે છેઃકિફાયતી, યુઝર-ફ્રેન્ડલી મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે સ્થાનિક અને ડિજિટલ ડિસ્ટ્રીબ્યુટર્સને સક્ષમ કરવા.ડેઈલી એસઆઈપી અને લક્ષ્યાંક આધારિત પ્લાન જેવા નવીનતમ, માઇક્રો-ઇન્વેસ્ટમેન્ટ ફોર્મેટ્સ લોન્ચ કરવા જે નવા રોકાણકાર વર્ગને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. સરળ કેવાયસી અને ગેટવે ઓપરેશન્સ સહિત ઓએનડીસીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઇને વધુ સારી ખર્ચ અસરકારકતા

આ સહયોગ પીજીઆઈએમ ઈન્ડિયાના ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આધારિત નાણાંકીય સમાવેશને આગળ વધારવાના મિશનને પુનઃપુષ્ટિ આપે છે, જેથી દરેક ભારતીયને સંપત્તિ નિર્માણમાં વિશ્વાસપૂર્વક ભાગ લેવાની તક મળે.

 

 

 

 


Share

Related posts

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામના ચંદનવાડીમાં ITBP ની બસ નદીમાં પડી, 6 થી વધુ જવાનો શહીદ.

ProudOfGujarat

મહુધાના આડીનાર ખાતે સમૂહ લગ્નમાં ૭૭ જેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયા

ProudOfGujarat

ગોધરા : પી.એસ.આઈ. ની ભરતીને લઈને આમ આદમી પાર્ટીનુ તંત્રને આવેદન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!