Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રક પંક્ચર થતાં ટાયર જોવા ઉતરેલાં ડ્રાઈવર-કિક્લનરને અજાણ્યા વાહને અડફેટે લેતાં બન્નેના મોત

Share

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ભરૂચ તાલુકાના દેરોલ પાસે અકસ્માત સર્જાયો
।ભરૂચ ।
ખેડાના કપડવંજ ખાતે રહેતાં મિનેશ  પટેલ તેમના ઘરે હતાં. તે વેળાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મીએ તેમને ફોન કરી જાણ કરી હતી કે, તેમની આઈશર ટ્રકના ડ્રાઈવર કંડક્ટરનું દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વે પર વડોદરાથી ભરૂચ તરફ આવતાં રોડ પર દેરોલ ગામ પાસે અકસ્માત થયો છે. અને બન્નેના મોત થયાં છે. જેથી તેઓએ તુરંત તેમના ડ્રાઈવર આરીફશા મસ્તાનશા દિવાન (રહે. વડનગરી, કંસારી, તા. ખંભાત) તેમજ ક્લિનર જૂબેરુદ્દીન સિરાજુદ્દીન કાઝી (રહે. વાલમાંડવા, તા. કપડવંજ)ના પરિવારજનોને ઘટનાથી વાકેફ કરી તેઓ ભરૂચ આવી પહોંચ્યાં હતાં.
જયાં તેમણે પુછપરછ કરતાં માલુમ પડયું હતું કે, તેમની ટ્રકનું ટાયર પંક્ચર થતાં તેમના ડ્રાઈવર આરીફશા દિવાને ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખી ટાયર ચેક કરી રહ્યાં હતાં. તે વેળો વડોદરા તરફથી આવતાં અજાણ્યા વાહને પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી લાવી તેમને બન્નેને અડફેટમાં લેતાં બન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી, તેમને સારવાર માટે ખસેડવા ૧૦૮ની ટીમને બોલાવતાં તેમણે તપાસ કરતાં બન્નેના મોત થયાં હોવાનું જાણવા મળ્યું હતું. બન્નેના મૃતદેહોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે તેમણે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

યોગેશ્વર નગર સારંગપુરમા દારુ પકડાયો : આરોપીઓ ફરાર

ProudOfGujarat

શા માટે ભારતમાં એક પણ વખત ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું નથી ?

ProudOfGujarat

ભરૂચના દાંડિયા બજાર ખત્રીવાડ માંથી વિદેશી દારૂ સગેવગે કરતા એક ઈસમને એકટીવા સાથે ઝડપી પાડતી ભરૂચ LCB …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!