Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 3.25 લાખનો દારૂ ભરેલી કાર સાથે મહિલા ઝબ્બે : એક વોન્ડેટ

Share

સી ડિવિઝન પોલીસની ટીમે કુલ 11.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ.

Advertisement

ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઇવને લઇને પેટ્રોલિંગમાં હતાં. તે વેળાં ઝાડેશ્વર વિસ્તારમાં આવતાં. તેમને તેમના બાતમીદાર થકી બાતમી મળી હતી કે, તવરા રોડ પર આવેલી માતૃછાયા રેસિડન્સીમાં બી-61 નંબરના મકાનની સામે સફેદ કલરની એક ગ્રાન્ટ વિટારા કારમાં વિદેશીદારૂ ભરેલો છે. જેથી તેઓ તુરંત તેમના સ્થળ પર દોડી ગયાં હતાં. તેમને જે ઘરની સામે કાર હતી. ત્યાં પુછપરછ કરતાં ત્યાં એક મહિલા મળી આવી હતી. તણે પોતાનું નામ પ્રિયંકા હેતભાઇ પરમલભાઇ પુરાણી જણાવ્યું હતું. તેમજ તે કાર તેની જ હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેમની કારની તલાશી લેતાં તેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારુની કુલ 3.25 લાખની મત્તાની 975 જેટલી બોટલો મળી આવી હતી. પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે, વલસાડ ખાતે રહેતો કૌશલ પરમાર થોડા દિવસો પહેલાં જ તેમની કારમાં વેચાણ કરવાના ઇરાદે દારૂ લઇ આવ્યો હતો. જેથી ટીમે દારૂ તેમજ એક મોબાઇલ તથા કાર મળી કુલ 11.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે વલસાડના કૌશલ પરમારને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામના સ્થાનિક લોકોની રેતીની ટ્રકોની અવરજવર અટકાવવા કલેકટરને રજુઆત.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ચવડા ગામે ઉકાળાનું વિતરણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી મહિલાની પસંદગી કરાતા મોસાલી ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!