Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્વચ્છતા હી સેવા અભિયાન‘ કાર્યક્રમના સ્થળે એક પેડ માં કે નામ અન્વયે વૃક્ષારોપણ કરાયું

Share

ભરૂચ
ભારત સરકાર અને પેય જળ સ્વચ્છતા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં સ્વચ્છ ભારત મિશન યોજના ગ્રામીણ અંતર્ગત જિલ્લાતાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતેથી “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” પખવાડિયાનો પ્રારંભ “ સ્વચ્છોત્સવ” કાર્યક્રમથી કરવામાં આવ્યો હતો. આગામી ૨જી ઑક્ટોબર સુધી વિવિધ પ્રવૃતિ થકી વ્યાપક સ્વચ્છતા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અન્વયે આજરોજ  નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેઝાડેશ્વર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને ‘એક દિનએક ઘંટાએક સાથ સ્વચ્છ’ નો કાર્યક્રમ યોજાયો હતો.

 આ અભિયાન દ્વારા  “સ્વચ્છ ભારત – સ્વચ્છ ગુજરાત – સ્વચ્છ ગામ ” ના મહાસંકલ્પને સાકાર કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે અને અન્ય મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવતા સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા “સ્વચ્છોત્સવ” અભિયાન- ૨૦૨૫ અંતર્ગત નિલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે એક કલાકનો સમય આપી એકતા અને ઉત્સાહ સાથે સફાઈ કરી શ્રમદાન કર્યું હતું.આ તકેસ્વચ્છતા શપથ લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ પડાવરૂપે શ્રમદાન કરી એક પેડ મા કે નામ અંર્તગત વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું.આ અવધિ દરમિયાન વિવિધ જાગૃતિ કાર્યક્રમોશ્રમદાનશાળા-કૉલેજોમાં વિદ્યાર્થીઓ માટે સંકલ્પ સમારંભોપ્લાસ્ટિક મુક્તિ અભિયાન અને અન્ય અનેક પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.આ પ્રવૃત્તિઓ દ્વારા શહેરને સ્વચ્છસુંદર અને સ્વસ્થ બનાવવા માટે તંત્ર અને નાગરિકો બંનેએ મળીને કાર્ય કરવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં 85 વર્ષીય ભુપેન્દ્રભાઈ પટેલનું દેહદાન : પરિવારની માનવસેવાની અનોખી પહેલ

ProudOfGujarat

પંચમહાલની જીવાદોરી સમાન પાનમડેમના ત્રણ દરવાજા ખોલવામા આવતા પાનમ બે કાંઠે

ProudOfGujarat

ઇન્ડિયા ગંઠબંધન ને લઈ ભરૂચ કોંગ્રેસ ની મહત્વની બેઠક સર્કિટ હાઉસ ખાતે આવતી કાલે યોજાય તેવી શક્યતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!