Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કંપનીની શિફ્ટમાં અમારી જ ગાડીઓ ચાલશે કહીં યુવાન અને તેના સાથીઓ પર 5 જણાનો હુમલો

Share

દહેજના વાડી ફળિાયમાં રાત્રે અગિયારેક વાગ્યે બનેલી ઘટના

ભરૂચ.

Advertisement

દહેજના વાડી ફળિયામાં રહેતાં યુવરાજસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા તેમના ઘરે હતાં. તે વેળાં રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં એક યુવાને તેમને ઘરમાં આવી તમને કોઇ બહાર બોલાવે છે તેમ કહેતાં તેઓ ઘરની બહાર નિકળી કોણ બોલાવે છે તે જોવા જતાં ત્યાં મુળજીરાજસિંહ રામસિંહ રણા, જયપાલસિંહ મુળજીરાજસિંહ રણા, રાજપાલસિંહ જયદિપસિંહ રણા, કુલદિપસિંહ વિજયસિંહ રણા, જયદિપસિંહ ચૌહાણ સહિત કેટલાંક લોકો લોખંડની પાઇપ તેમજ લાકડીના દંડા સાથે ત્યાં હાજર હતાં. તેઓ કાંઇ સમજે તે પહેલાં જ તેઓએ તેમના પર હુમલો કરી લોખંડની પાઇપ અને લાકડીના દંડાથી તેમને સપાટા માર્યાં હતાં. તેમનો મિત્ર જયમિનગિરી ગૌસ્વામી તેમને છોડાવવા વચ્ચે પડ્યાં ત્યારે તેમની સોનાની ચેઇન પડી ગઇ હતી. જે શોધવા માટે તેઓ પરત જતાં તેમને પુન: માર માર્યો હતો. અરસામાં તેમના ગેરેજમાં સૂતેલાં કારીગર મુકેશ શર્માએ વચ્ચે પડતાં તેમને પણ લાકડીના સપાટા માર્યાં હતાં. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

રાજપીપલા: નર્મદા જિલ્લામાં દોઢ ઇંચ વરસાદ :નર્મદાના તમામ ડેમોમાં પાણીની આવક વધી..

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામ નજીક બાઇકની ટક્કરે ત્રણ રાહદારીને ઇજા.

ProudOfGujarat

દેડીયાપાડા : મહીલા પર તાંત્રિક વિધિ કરવાના બહાને અડપલા કરી દુષ્કર્મ કરનારને પકડી પાડતી સાગબારા પોલિસ !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!