Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ: કાવી પોલીસ સ્ટેશનની એક શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Share

ભરૂચના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારની એક શાળામાં કાર્યરત શિક્ષક દ્વારા સગીર વિદ્યાર્થીની સાથે શારીરિક શોષણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સલમાન સિરાજ નાથા નામના શિક્ષકે વિદ્યાર્થિનીને વિજ્ઞાન મેળામાં ભાગ લેવાનું બહાનું આપી ભરૂચ લઈ ગયો હતો. પરંતુ ભરૂચ શહેરના સીટી સેન્ટર પાર્કિંગ વિસ્તારમાં તેણે વિદ્યાર્થિની સાથે અશ્લીલ હરકત કરી હોવાનું બહાર આવ્યું છે.આરોપી શિક્ષકે વિદ્યાર્થિનીને પોતાની ફોર-વ્હીલર ગાડીમાં બેસાડી અંદાજે એક કલાક સુધી અડપલાં કર્યા હતા. બાદમાં છોકરીએ વિરોધ કરતાં આરોપીએ ધમકી આપી કે જો આ બાબત કોઈને જણાવી તો તેને જાનથી મારી નાખશે.ઘટનાની જાણ થતાં કાવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસએ આરોપી શિક્ષક વિરુદ્ધ પોક્સો અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આરોપીને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ : 15 દિવસનાં સમયગાળામાં નેત્રંગ તાલુકાની બે પ્રાથમિક શાળાઓનાં મધ્યન ભોજન રસોડામાં કુકર ફાટવાના બે બનાવો બન્યા.

ProudOfGujarat

જિયોબ્લેકરૉક એએમસીએ પાંચ ઇન્ડેક્સ ફંડ્સ માટે એનએફઓ લોન્ચ કર્યા, ભારતીય રોકાણકારો માટે વિશિષ્ટ રોકાણ વિકલ્પોનો પોર્ટફોલિયો વિસ્તાર્યો

ProudOfGujarat

PNC નું The Royals તેના પ્રીમિયરના મહિનાઓ પછી પણ Netflix India પર પાંચમા ક્રમે મજબૂત છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!