Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બંધ કન્ટેઈનરમાં અતિ કૃરતાપૂર્વક ૬ પશુઓની હેરાફેરી કરતાં બે ઝડપાયાં: એક વોન્ટેડ 

Share

પાલેજ પોલીસે વલણ ફાટક રોડ પરથી કન્ટેઈનર ઝડપી પાડયું
ભરૂચ.
ભરૂચના પાલેજ પોલીસ સ્ટેશનના એએસઆઈ દિનેશ હરિસિંહ, પોકો હરેશ તેમજ ભાવેશ, ચિરાગ એ રીતના પોલીસકર્મીઓ દિવાળી પર્વને લઈને વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે વેળાં વલણ ગામેથી વસૂકી ગયેલી ભેંસોને વ્યારા તરફ કતલ કરવાના ઈરાદે લઈ જવાના છે. તેવી બાતમીના આધારે ટીમે વલણ ફાટક વાળા રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી મુજબનું કન્ટેઈનર આવતાં તેમણે તેને રોકી પુછપરછ કરતાં હોઈ કન્ટેઈનરના ચાલકનું નામ સકીલ સલીમ પટેલ (રહે. સાપાગામ, કરજણ) તેમજ કિલનરનું નામ મોહમદ ઉવેશ પડીયા (રહે. વલણ) હોવાનું માળંમ પડયું હતું.
ટીમે કન્ટેઈનર ખોલને જોતાં તેમાં પાંચ-૪ વર્ષની ભેંસોને ફરતાપુર્વક અને પાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના હેરાફેરી કરવામાં આવતી હોવાનું માલુમ પડયું હતું ટીમે તેમની પાસે પશુઓને હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીનો પરવાનો કે પાસ-પરમિટ રજૂ કરવા કહેતાં તેમની પાસે કાંઈ મળ્યું ન હતું. બીજી તરફ તેઓએ પશુઓને ટૂંકા દોરડાંથી ખાંપેલાં હોવાનું તેમજ તેમને ઉભા રહેવા માટે તળીયામાં માટી કે રેતી જેવું કાંઈ પાથર્યું ન હોવાનું માલુમ પડયું હતુ. જેના ભેંસો બાબતે પુછતાં તેમણે જણાવ્યું હતું કે, કરજણના વલણ ગામે રહેતાં મિનહાઝ યાકુબ દરવેઝ નામના શખ્સે તેમને ભેંસો ભરી આપી હતી. જે ભરૂચ ખાતે લઈ જવા જણાવ્યું હતું. જેથી ટીમે મિનહાઝને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ પશુકૂરતાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે દિવ્યાંગ સર્ટીફીકેટ કેમ્પ યોજાયો

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર યુનિટી ગ્રીન રૂમ્સ હોટલમા પાંચ જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા.

ProudOfGujarat

રાજકોટ-જંગલેશ્વર માદક પદાર્થનો અડ્ડો, 1.47 કિલો અફીણના ડોડવા સાથે એક શખ્સ ઝડપાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!