Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં ટ્રેલરનો ડ્રાઇવર કેબિનમાં ફસાતાં બહાર કઢાયો

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર વાલિયા ચોકડી નજીક ત્રણ વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બચાવી સારવાર માટે ખસેડ્યો હતો.આ ઘટના વાલિયા ચોકડી બ્રિજ પર બની હતી, જ્યાં એક ટ્રેલર ટ્રક, ડમ્પર હાઈવા અને આઇશર ટેમ્પો એકબીજા સાથે અથડાયા હતા. ટ્રેલરનો ચાલક તેની કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો.આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.જોકે, ચાલકને બહાર કાઢવામાં મુશ્કેલી પડતા ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ કેબિનના ભાગો હટાવી ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ ટ્રીપલ અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર સુરત તરફ જતા માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાલિયા ચોકડી નજીક ત્રણ વાહનો વચ્ચે ગંભીર અકસ્માત

Advertisement

Share

Related posts

ભરૂચમાં મેગા રક્તદાન શિબિરની જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ

ProudOfGujarat

સુરતના ઉત્રાણમાં 30 વર્ષ જૂના અને 85 મીટર ઊંચા કૂલિંગ ટાવરને ધ્વસ્ત કરાયો.

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં ધરખમ વધારો-ઉપરવાસમાં સારો વરસાદથી ડેમ સપાટીમાં વધારો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!