Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગોદરેજ કંપની સાથે 8.25 કરોડની ઠગાઇના કેસમાં 10 ડ્રાઇવરોની ધરપકડ 

Share

ટીમે 10 ટેન્કર-10 ટેન્ક મળી કુલ 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ.
વાલિયાની ગોદરેજ કંપનીમાં રો-મટિરિયલ સપ્લાય કરવા માટે ચાર ટ્રાન્સ્પોર્ટરોના વાહનો ચાલી રહ્યાં હતાં. દરમિયાનમાં 1 એપ્રિલ 2025થી 3 નવેમ્બર 2025 સુધીના સમયગાળામાં શેવાપોર્ટ નવી મુંબઇથી ગોદરેજ કંપની સુધી પરિવહન કરવા દરમિયાનમાં લિંક લોજિસ્ટિક્સ મુંબઇ, ટ્રાન્સલિક મુંબઇ, સોનુ કાર્ગો મુંબઇ, તાજ ટ્રાન્સ્પોર્ટ મુંબઇ તેમજ તેમના સબ ટ્રાન્સ્પોર્ટર તેમજ તેમના ડ્રાઇવર અથવા અન્ય સાગરિતોએ પોર્ટથી ગોદરેજ કંપની સુધીમાં રસ્તામાં ટેન્કર-ટેન્કમાંથી કુલ 8.25 કરોડનો 458.87 મેટ્રીક ટન રો-મટિરિયલ સગેવગે કર્યો હતો. ઘટના અંગે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી પ્રાથમિક તબક્કે ઓછું મટિરિયલ આપનારા 10 ટેન્કર -10 ટેન્કરના ડ્રાઇવરોની વિગતો એકત્ર કરી તેમને ઝડપી પાડ્યાં હતાં. તેમજ તેમના કુલ 20 વાહનો મળી કુલ 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલાં આરોપીઓ : 

સંજીવકુમાર ચંદ્રસેન યાદવ રહે. હરીબલમપુર, બક્સા, યુપી
સાહેઆલમ અબ્દુલ સલામ ખાન રહે. પુરેકાલેખા, અમેઠી, યુપી
અખીલેશ બલભદ્ર પાંડે રહે. નસેડી ગામ, આંબેડકરનગર, યુપી
રૂપેશ પરશુરામ ભોઇર રહે. કોલ્લીકોપર, રાયગડ, મહારાષ્ટ઼્ર
રમેશ ભગેલુ યાદવ રહે. સત્તાપુર, આઝમગઢ, યુપી
અમબ્રેજ શ્યામલાલ યાદવ રહે. તરોઘોગાંવ, આઝમગઢ, યુપી
ઇસરાક ઇસરાર અહમદ રહે. જગદીશપુર, અમેઠી, યુપી
રોહિત રામજી નામદેવ રહે. માંઉ ગામ, સિદ્દી, એમપી
મહમદ મારૂફ ગુલામઅલી સુલ્તાન રહે. અમેઠી, યુપી


Share

Related posts

આત્મીય યુવા સંગઠન દ્વારા જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ફૂડ પેકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો….

ProudOfGujarat

અંકલેશ્વર એશિયન પેન્ટ કંપની રો મટીરીયલ મુંબઈ લઇ આવતી વખતે સગેવગે કરનાર ચાલકોને પુછપરછમાં સિક્યુરિટી ગાર્ડ ની સંડોવણી સામે આવતા પોલીસે વધુ બે આરોપી તરીકે સિક્યુરિટી ગાર્ડ ની પણ ધરપકડ કરી હતી

ProudOfGujarat

બાળકીનો શુ વાંક? : બાળકીના જન્મતાની સાથે જ બંને પગ ઘૂંટણથી ઊંધા : માતા-પિતા તેને હોસ્પિટલમાં તરછોડીને ચાલ્યા ગયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!