Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા ભરૂચના ખેડૂત મિત્રોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવી

Share

તા. ૨૮ નવેમ્બર સુધી ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે VCE/VLE મારફતે મફતમાં અરજી કરવી

ભરૂચ

Advertisement

ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન થયેલા કમોસમી વરસાદને કારણે ભરૂચ  જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને થયેલ પાકનુકસાનને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ સહાય મેળવવા માટે તમામ ખેડૂત મિત્રોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવી રહેશે. અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ સાથે નીચે મુજબના દસ્તાવેજો ગ્રામસેવકને અરજી કર્યાના બીજા દિવસે જમા કરાવવાની રહેશે.

દસ્તાવેજોમાં આધાર કાર્ડ, ૭/૧૨ અને ૮-A ની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની IFSC સાથેની નકલ, તલાટી કચેરીનો પાક વાવેતરનો દાખલો, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારની “ના વાંધા” સહીવાળું સંમતિ પત્રક સાથે બિડાણ કરીને અરજી કરવાની રહેશે. ખેડૂતોએ તા. ૧૪/૧૧/૨૦૨૫ થી ૨૮/૧૧/૨૦૨૫ સુધી (કુલ ૧૫ દિવસ) https://www.krp.gujarat.gov.in પોર્ટલ પર VCE/VLE મારફતે અરજી કરી શકાશે.

આ અંગે ખેડૂતોએ અરજી કરવા માટે કોઈપણ પ્રકારનું ચૂકવણું કરવાનું નથી. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.


Share

Related posts

વિરમગામના દલવાડી ફળીમાં આવેલા રામજી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

ProudOfGujarat

સુરતમાં તરણ સ્પર્ધામાં વડોદરાના તરણવીરોનો દબદબો : ૭ સ્પર્ધકોએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં દુર્ગા મહોત્સવનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!