Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં પ્રોક્યોરમેન્ટ એક્સલન્સને મજબૂત બનાવવાપ્રોક્યોરમેન્ટ ફોરમનું લોન્ચિંગ

Share

ભરૂચ-અંકલેશ્વરમાં  BDMA દ્વારા ઉદ્યોગોને લઇને વિવિધ આયોજન કરાય છે
ભરૂચ
ભરૂચના ભોલાવ ખાતે આવેલાં બીડીએમએ પ્રિમાઇસેસમાં ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા પ્રોક્યોરમેન્ટ ફોરમનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. આ ફોરમ પ્રોક્યોરમેન્ટ પ્રોફેશનલ્સને જ્ઞાન-વિનિમય, ઉદ્યોગ સહકાર અને લીડરશિપ ડેવલપમેન્ટ માટે એક સમર્પિત પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આશિષ દેસાઈ, ગ્રુપ ડાયરેક્ટર – કોર્પોરેટ અફેર્સ, નિરમા લિમિટેડ અને ડીન – સ્ટુડન્ટ અફેર્સ, નિરમા યુનિવર્સિટી તથા ગેસ્ટ ઑફ ઑનર તરીકે  અમિત અગ્રવાલ, ચીફ પ્રોક્યોરમેન્ટ ઑફિસર, સુપરફોર્મ કેમિસ્ટ્રીઝ લિમિટેડ ઉપસ્થિત રહ્યા હતા.
ફોરમ ચેરમેન ભાવિક ગણાત્રા અને કો-ચેરમેન અજય નાયકએ પ્રોક્યોરમેન્ટ ફોરમના હેતુ અને વિઝનનો પરિચય આપ્યો, તેમજ ઉદ્યોગોમાં પ્રોક્યોરમેન્ટ ટીમો માટે સહકાર, શ્રેષ્ઠ પ્રથાઓનું વહેચન અને ક્ષમતાવર્ધનના મહત્વ પર ભાર મૂક્યો.
BDMAના પ્રમુખ  દેવાંગ ઠાકોરે આ નવી પહેલમાં સૌનું સ્વાગત કર્યું. ઉપપ્રમુખ  પ્રવિનદાન ગઢવીએ આ પહેલનો હેતુ વ્યક્ત કર્યો અને  સચિવ  પરાગ શાહે મહેમાનો નો પરિચય કરાવ્યો. લૉન્ચિંગ બાદ અગ્રણી ઉદ્યોગોના પ્રોક્યુંરમેન્ટ પ્રોફેશનલ્સ વચ્ચે નેટવર્કિંગ ઇન્ટરએકશન્સ યોજાયા, જે નવીનતા અને વ્યાવસાયિક ઉત્તમતા માટે પ્રતિબદ્ધ, મજબૂત અને સહકારાત્મક સમુદાયની શરૂઆતનો નિર્ધાર કરતી ક્ષણ હતી.

Share

Related posts

અંકલેશ્વર ના દીવારોડ પર આવેલ મારુતિ બંગલો સોસાયટીની બાજુ માંથી પસાર થતી ખાડી (વરસાદી કાંસ)માં વહી રહેલું કલર યુક્ત પાણી જોવા મળતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..અને આખરે ક્યારે આ પ્રકાર ના તત્વો ઉપર કાર્યવાહી થશે તેવી ચર્ચા હાલ તો ટોક ઓફ ધી ટાઉન બની છે…..

ProudOfGujarat

કેવડીયામાં 6 ગામનાં આદિવાસીઓનાં સમર્થનમાં કેવડીયા બજારો સજજડ બંધ.

ProudOfGujarat

૨૫ કી.મી અંતર સુધી કોઈપણ વધારાનો ચાર્જ લીધા વિના પ્રાકૃતિક કૃષિ સંસાધનોની ડિલિવરી કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરતા ધરતીપુત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!