Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ફરીદાબાદથી ટ્રેન મારફતે સુરત વિદેશીદારુની હેરાફેરી કરતો શખ્સ ઝબ્બે 

Share

ભરૂચ રેલવે પોલીસે શખ્સને દહાણુ રોડ ટ્રેનમાંથી ઝડપી પાડયો
। ભરૂચ ।
સુરત રેલવે એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વડોરદાથી દહાણુરોડ જતી ટ્રેનમાં ચોક્કસ નંબરના ડબ્બામાં મુસાફરી કરતાં એક શખ્સ પાસે ભારી માત્રામા વિદેશીદારનો જથ્થો છે. જેના પગલે તેમણે ભરૂચ રેલવે પોલીસને જાણ કરતાં ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશને આવતાં ટીમે ચોક્કસ બાતમી મુજબના શખ્સને શોધી તેને તેના સામાન સાથે ટ્રેનમાંથી ઉતારી પુછપરછ કરતાં તેણે ચોકાવનારી કબુલાત કરી હતી. તેણે પોતાનું નામ વિષ્ણુ રમેશ શર્મા (રહે, મુરૈના, એમપી) હોવાનું જણાવ્યું હતું. ટીમે તેની બેગની તપાસ કરતાં તેની કોલેજ બેગ તેમજ ટ્રોલી બેગમાં મોંથી બાન્ડની વિદેશીદારુની કુલ ૩૦ બોટલો મળી આવી હતી. જેની ગણતરી કરતાં તેની કિંમત ૧.૩૮ લાખ થઈ હતી. ટીમે એક મોબાઈલ તેમજ દારુની બોટલો મળી કુલ ૧.૪૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલાત કરી
હતી. તેના શેઠ નિરજે તેને ફરિદાબાદની વિદેશીદારનો જથ્થો ભરી આપ્યો હતો. જે બાદ તેને ગુજરાત તરફની ટ્રેનમાં બેસવા જણાવ્યું હતું. ત્યાંથી વડોદરા ઉતર્યા બાદ વડોદરાથી ઉપડતી દહાનુરોડ ટ્રેનમાં બેસવા જણાવ્યું હતું. જે બાદ ટ્રેન સુરત પહોંચે તો ત્યાં ઉતરી રેલવે સ્ટેશનની બહાર ઉતરવાનું હતું. જ્યાં એક શખ્સ દારુ લેવા આવનાર હતો.પોલીસે તેની કેફિયતના આધારે તેના શેઠ નિરજને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરુ કરી છે.

Share

Related posts

ગોધરા : એન.એસ.એસ વિભાગ દ્વારા નરસિંહ અવતારનું નાટક યોજાયુ.

ProudOfGujarat

ભરૂચ શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ધો.1 ના શિક્ષકોને વિદ્યાપ્રવેશ સંદર્ભે તાલીમ આપવા 60 જેટલા તજજ્ઞ શિક્ષકો તૈયાર કરાયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનાં કાર્ડની પુરી થતી મુદ્દતમાં વધારો કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!