સાયબર ક્રાઈમની ટીમે સુરત-જુનાગઢમાં ધામા નાંખી આરોપીઓને પકડ્યાં
ભરૂચના શખ્સ સાથે ગઠિયાઓએ ૧.૦૯ કરોડની ઓનલાઈન ઠગાઈ કરી હતી
ભરૂચ
ભરૂચ સાયબર કાઈમ પોલીસ મથકે થોડા સમય પહેલાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક શખ્સ સાથે ઘેડ નામની એક એપ્લિકેશન પર ગુરનીત રંધાવા નામની યુવતિનો સંપર્ક થયો હતો. તેણે તે ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગથી સારો નફો મેળવે છે તેમ જણાવી ભરૂચના શખ્સને ભોળવ્યો હતો. જે બાદ તેને વાતોમાં ભોળવી તેને ટેલીગ્રામ એકાઉન્ટમાં જોઈન્ટ કરાવી તેના અન્ય સાથીઓ સાથે પરીચય કરાવ્યો હતો. જેમાં તેઓએ તેમને એક ઓનલાઈન સ્ટોરની લિંક મોકલી તેના પર તેમના આધારકાર્ડ તેમજ મેઈલ આઈડી સહિતની વિગતોના આધારે તેમનું એકાઉન્ટ ખોલાવડાવ્યું હતું.
જે બાદ તેમાં અલગ અલગ કારણો તેમજ ફી સહિતના બહાને તેમની પાસે ૧.૧૦ કરોડથી વધુની રકમનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યું હતું, જે પહેલાં ૫ હજાર અને બાદમાં ૩૫૦૦૦ હજાર એમ કુલ ૪૦ હજારનું વળતર મળ્યું હતું. વળતર મળ્યું હોઈ વિશ્વાસ બેસતાં તેમણે વધુ રૂપિયા જમા કરાવ્યા હતાં. દરમિયાનમાં પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓના મોબાઈલ નંબર તેમજ ભરૂચના યુવાનના એકાઉન્ટમાંથી જે એકાઉન્ટમાં રૂપિયા ગયાં હતાં. તે લોકોની તપાસ શરૂ કરાઈ હતી. જેમાં મુળ રાજકોટના જણસદના વતની અને હાલમાં સુરતના વરાછા ખાતે રહેતાં દિવ્યેશ ઉર્ફે દિવો ધીરૂ ભુવા તેમજ કિશન શરદ ધડુક (મુળ રહે. અમરેલી રાજુલા, હાલ રહે, પુણાગામ, ચોર્યાસી, સુરત) એમ બે શખ્સોની ખરાઈ થઈ હતી.અરસામાં તેઓએ તેમના મોબાલઈ નાખરા તેમજ બેન્ક એકાઉન્ટ નંબરના આધારે. તપાસ કરતાં દિવ્યેશ તેમજ કિશને તેમના સાગરિતોની મદદથી તેમના ખાતામાં કુલ ૨.૧૬ કરોડ સેરવી લીધાં હતાં. જેના પગલે ટીમે તુરંત એક્શનમાં આવી હતી. પોલીસે વધુ ઉંડાણપુર્વક તપાસ કરતાં તેમના અન્ય બે સાગરિતોના નામ પ્રશાંત સુરેશ વઘાસિયા તથા ઋપભ હસમુખ સતાસીશ (રહે. ભેંસાણ, જિ. જૂનાગઢ) ને પણ ઝડપી પાડયાં હતાં.
સાયબર ક્રાઈમની ટીમ દ્વારાતમામની વિગતો મેળવી તેમને એક સાથે જ દબોચી લેવાયાં હતાં. આરોપીઓને કોર્ટ સમક્ષ હાજ કરી તેઓએ અત્યાર સુધીમાં કેટલાં લોકોને છેતર્યા છે. છેતરપિંડીમાં તેમના ખાતાઓમાં કુલ ૨.૧૬ કરોડના વ્યવહાર થયાં હોવાનું માલુમ પડતા તે એકાઉન્ટનો ઉપયોગ અન્ય કોને કોને છેતરવામાં કયો છે
