Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ પાસે સ્પિડમાં દોડતા ડમ્પરે મોપેડને ટક્કર મારી

Share

 

કલેક્ટરના જાહેરનામાને ધોળા દિવસે ખુલ્લો પડકાર, ભરૂચની સડકો પર ભારે વાહનોનો આતંક

Advertisement

ભરૂચ.

ભરૂચ શહેરમાં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા સ્પષ્ટ આદેશ મુજબ સવારના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી શહેરની હદમાં ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. છતાં પણ આ આદેશને કાગળ પૂરતો માનીને કેટલાક બેફામ વાહનચાલકો શહેરની સડકો પર નિર્ભયતાથી દોડતા નજરે પડી રહ્યા છે. પરિણામે શહેરની માર્ગ સલામતી ગંભીર ખતરમાં મુકાઈ ગઈ છે અને નાગરિકોમાં ભય અને રોષ ફેલાયો છે.

 

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં એક બેફામ ડમ્પર ચાલકે અતિઝડપે વાહન ચલાવી મોપેડ પર જઈ રહેલી મહિલાને ટક્કર મારી હતી. સદનસીબે મહિલા ડમ્પરના ટાયર નીચે આવતાં બચી ગઈ અને મોટી દુર્ઘટના ટળી, પરંતુ આ ઘટના કોઈ પણ ક્ષણે જીવલેણ બની શકતી હતી. ચિંતાજનક બાબત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ પણ ડમ્પર ચાલક કોઈ મદદ કર્યા વગર અને કાયદાની પરવા કર્યા વિના સ્થળ પરથી ફરાર થઈ ગયો. બીજી તરફ ઘટનાને પગલે હજી સુધી કોઇ ફરિયાદ નોઁધાઇ ન હતી.

 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે કલેક્ટરનો સ્પષ્ટ પ્રતિબંધ અમલમાં છે, ત્યારે આવા ભારે વાહનો શહેરમાં કેવી રીતે પ્રવેશી રહ્યા છે? આ પરિસ્થિતિ પ્રશાસનની દેખરેખ અને ટ્રાફિક વિભાગની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.


Share

Related posts

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલનાં કંપાઉન્ડ વોલનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર હિલ્ટન હોટલના કંપાઉન્ડમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : ગેસની બોટલમાંથી અનઅધિકૃત પરવાના વગર ગેસ રીફિલિંગ કરતાં બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!