Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓનલાઇન ઠગાઇ માટે એકાઉન્ટ આપનાર ભરૂચના શખ્સની ધરપકડ

Share

ભરૂચ.
ભરૂચ  એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા કેટલાંક મ્યુલ એકાઉન્ટની  વિગતો મોકલવામાં આવી હતી. જેની વિગતો એકત્ર કરવાની કવાયત એ ડિવિઝન પીઆઈ આર. એમ. વસાવા તેમજ તેમની ટીમના પીએસઆઈ કે. ડી. ટીંબડયા અને તેમની ટીમે હાથ ધરી હતી. દરમિયાનમાં તેમને મળેલાં બેન્ક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટની વિગતો મેળવતાં તે એકાઉન્ટ પુષ્પાબેન વિપુલચંદ્ર પરમાર (રહે. ગોકુલનગર, કુકરવાડા) હોવાનું માલુમ પડતાં ટીમે તેના ત્યાં તપાસ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમના એકાટન્ટનો વ્યવહાર તેમનો પુત્ર સૌરભ વિપુલ પરમાર (રહે. અયોધ્યાનગર,ભરૂચ. હાલ રહે ઉન્નતિનગર, મામલતદાર ઓફિસ પાસે) કરે છે. જેથી ટીમે સૌરભની ધરપકડ કરી તેની પુછપરછ હાથ ધરતાં તેણે જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલું તેના મિત્ર હરીભાર ભરવાડે તેને ફોન કરી જણાવ્યું હતું કે, દુબઈનો મોહમદ નીવસાદ નામનો શખ્સ આવ્યો તેની સાથે વાતચીત કરવી છે. જેથી એબીસી ચોકડી પાસે આવ જેથી તે ત્યાં જતાં તેના મિત્ર હરીભરવાડ સાથે બીજો મિત્ર અનિરુદ્ધસિહ જાડેજા (રહે. શેરપુરા) પણ હાજર હતો. તેમની સાથે ત્રીજો એક શખ્સ હતો તેણે જણાવ્યું હતું કે,તે મુળ કેરલાનો છે અને હાલમાં દુબઈ સ્થાયી થયેલો છે. તેનું નામ અહેમદખાન અબ્દુલ વાહીદ છે. તેણે તેમને જણાવ્યુ હતુ કે, તેને ૧૦થી ૧૫ બેન્ક એકાઉન્ટ જોઈએ છે. જેથી સૌરભ અને તેના મિત્રોએ તેમને હાલમાં તેમની પાસે કોઈ એકાઉન્ટ નથી.જે બાદ છ મહિના પહેલાં અહેમદે પુનઃ તેની પાસે એકાઉન્ટ નંબરની માંગણી કરી હતી.સૌરભને રુપિયાની જરુરિયાત હોવાથી પોતાની એકાઉન્ટ નંબર આપી દીધો હતો. જેમાં તબક્કાવાર રીતે લાખોમાં રુપિયા આવ્યા હતાં. જે સૌરભે તેમના જણાવ્યાનુસાર તેના માતા-પત્નાના એકાઉન્ટમાં ફેરવી તે પૈકીના કેટલાં રોકડા કાઢી લઈ અને અમુક રકમ અહેમદખાનના કહેવાથી અન્યના એકાઉન્ટમાં નાખી ટ્રાન્સફર કર્યા હતાં. તેના ખાતામાં કુલ ૧૧.૪૩ લાખ રૂપિયાની હેરાફેરી કરી તેની સામે ૫૩ હજારથી વધુનું મિશન મેળવ્યું હોવાની કબુલાત કરી હતી. બનાવને પગલે ટીમે હાલમાં સૌરભ પરમાર તેમજ કેરલાનો વતની અને હાલમાં દુબઈ રહેતાં અહેમદખાન અબ્દુલ વાહીદ તેમજ તપાસમાં જે ખુલે તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીછે .

Share

Related posts

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વાપી ટાઉન વિસ્તારમાં ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પર રેઇડ, 5.33 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા.

ProudOfGujarat

વડોદરામાં ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડનાર બે ઝડપાયા, ત્રણ વોન્ટેડ

ProudOfGujarat

નડિયાદની શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલનાં બાળકોએ દિવાળીની ઉજવણી શા માટે કરાઇ નાટ્ય સ્વરૂપે રજૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!