Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે સ્ટેશનમાંથી રીક્ષામાં વિદેશીદારૂ લઇ જતાં બે ઝબ્બે : મંગાવનાર વોન્ટેડ

Share

થર્ટી ફર્સ્ટને લઇને બુટલેગરો દારૂનો જુગાડ કરવા સક્રિય બન્યા
ભરૂચ.
ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તહેવારોને લઇને પેટ્રોલિંગમા હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચ રેલવે સ્ટેશનમાંથી એક રિક્ષામાં વિદેશીદારૂ ભરીને બે શખ્સો બહાર નિકળનારા છે. અને પારસીવાડ તરફ જવાના છે. જેના પગલે પોલીસે અલગ અલગ સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં રોટરી ક્લબ પાસે ઉભેલી એક ટીમને બાતમી મુજબની રીક્ષા દેખાતાં ટીમે તેને અટકાવી હતી. પ્રાથમિક પુછપરછમાં રીક્ષા ચાલકનું નામ અલ્તાફ જમીર શેખ (રહે. મદીનાપાર્ક સોસાયટી) તેમજ પાછળ બેસેલાનું નામ સલમાન ઇરફાન મલેક (રહે. દક્ષિણી ટેકરી, ફુરજા) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તપાસ કરતાં તેની પાસે એક ટ્રોલી બેગ મળી આવી હતી. જે ખોલીને જોતાં તેમાં વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. ટીમે તેની પાસેથી કુલ 13 હજારથી વધુની મત્તાના દારૂની 72 બોટલો તેમજ રીક્ષા મળી કુલ 73 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તેમને દારૂ અંગે પુછપરછ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, સલમાને મુંબઇથી વિદેશીદારૂ ખરીદી ટ્રેનમાં ભરૂચ લઇ આવ્યો હતો. તેઓ તે દારૂ વેજલપુર વિસ્તારમાં આવેલાં પારસીવાડ ખાતે રહેતાં અજય વસાવાને પહોંચાડવાના હતાં. જેથી ટીમે અજય વસાવાને વોન્ટેડ જાહેર કરી ત્રણેય વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રસ્તાઓ પર ચેકિંગ વધતાં રેલવે મારફતે દારુની હેરાફેરી

નાતાલ અને થર્ટી ફર્સ્ટના તહેવારને લઇને બુટલેગરો શહેરમાં દારૂનો વેપલો કરવા માટે  થનગની રહ્યાં છે. મુખ્ય માર્ગો પર પોલીસ ચેકિંગ વધુ હોવાને કારણે બુટલેગરો ટ્રેનના મારફતે વિદેેશીદારૂની હેરાફેરી કરતાં હોવાનું સામે આવ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી રેલવે વિસ્તારમાંથી વિદેશીદારૂ બહાર નિકળતો હોવાની ફરિયાદ થઇ છે. ત્યારે રેલવે પોલીસ કે રેલવે આરપીએફની ટીમ દ્વારા દારૂની હેરાફેરીને રોકવા નાકામ નિવડી રહી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Share

Related posts

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો માટે નવો સૂર્યોદય: ૧૦,૭૩૫ થી વધુ ખેડૂતોને તાલીમ આપી સજ્જ કરાયા

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન, એલજી સત્તા વધારવાનાં કેન્દ્ર સરકારનાં બિલ સામે કરાયો વિરોધ.

ProudOfGujarat

નડિયાદ બ્રહ્માકુમારી પ્રભુ શરણમ ખાતે પર્યાવરણ પર ડિબેટ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!