Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ SOGની કાર્યવાહી: સેવાશ્રમ રોડ પરથી હથિયાર સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

Share

 

 

Advertisement

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે કડક વલણ અપનાવતા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ભરૂચે મહત્વની કાર્યવાહી કરી છે. સેવાશ્રમ રોડ વિસ્તારમાંથી એક હથિયારી સિક્યુરિટી ગાર્ડને સિંગલ બેરલ બંદૂક અને છ જીવતા કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

પીઆઈ એ.વી. પાણમીયા અને પીઆઈ એ.એચ. છૈયાની આગેવાની હેઠળની એસઓજી ટીમને અ.હે.કો. કિર્તીકુમાર ભાર્ગવ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટ નજીક જાળ બिछાવી કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી પાસે હથિયાર અને કારતુસ મળતાં તેને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપીની ઓળખ ક્રુષ્ણકુમાર વિશ્રામ યાદવ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાનો રહેવાસી છે. આરોપી પાસે ઉત્તર પ્રદેશ રાજ્યનો હથિયાર પરવાનો હતો, પરંતુ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતી વખતે જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તથા સ્થાનિક પોલીસમાં જરૂરી નોંધણી કરાવાઈ ન હતી, જે કાયદાનો ભંગ ગણાય છે.

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી છેલ્લા બે માસથી ભરૂચમાં એક જ્વેલર્સ સંસ્થામાં હથિયારી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યો હતો. ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા અને ઉપયોગમાં લેવા બદલ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ, 1959ની કલમ 20 અને 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના એક ગામની સીમમાં મહિલા સાથે દુષ્કર્મની કોશિશ કરી હત્યા કરી દેતા ચકચાર.

ProudOfGujarat

નર્મદા-વિશાલ ખાડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત માં ચાર વ્યક્તિઓના મોત

ProudOfGujarat

યુવાન સાથે છેતરપીંડી ઓનલાઈન ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ યુવાન ના નામે કેડીટ લાઇન ની લોન લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!