Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એક્ટીવા-રાહદારીને અજાણ્યા વાહનની ટક્કર, રાહદારીનું મોત : એક્ટિવા ચાલકને ઈજા

Share

ભરૂચના સામલોદ ગામ પાસે બનેલી ઘટના

ભરૂચ.

Advertisement

ભરૂચ તાલુકામાં આવેલાં ઝનોર ગામે રહેતાં રામજી મંગુભાઈ વસાવા ગત ૪ જાન્યુઆરીએ તેમના ઘરે હતાં. તે વેળાં સવારના ૬ વાગ્યાના અરસામાં તેમના જેસીબીના ચાલક મહેતાબ નવસાદ (રેહ, કાનપુર, યુપી) ના મોબાઈલ પરથી તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો. જેમાં અજાણ્યા શખ્સે જણાવ્યું હતું કે, સામલોદ ગામ પાસે આવેલાં ઈન્ડિયન પેટ્રોલપંપ નજીક તેમના મહેતાબ નવસાદની એક્ટિવાને તેમજ અન્ય એક વ્યક્તિને અજાણ્યા વાહને અકસ્માત સર્જતાં બન્નેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેથી તેઓ તુરંત ભરૂચ સીવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં. તેમણે તપાસ કરતાં તેમનો ડ્રાઈવર તેમજ અન્ય અજાણ્યો શખ્સ બેભાન હાલતમાં હોવાનું માલુમ પડયું હતું. દરમિયાનમાં તેમના ડ્રાઈવર મહેતાબ નવસાદના પરિવારજનોએ જેતે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અરસામાં અન્ય અજાણ્યા શખ્સનું સારવાર વેળાં મોત થયું હતું. જેના પગલે આખરે તેમણે નબીપુર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


Share

Related posts

આમોદ નગરપાલિકા મોડે મોડે જાગી, શાકભાજી બજાર ચામડિયા હાઈસ્કૂલનાં મેદાનમાં ખસેડાયું.

ProudOfGujarat

હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક કાંડને લઈ ભરૂચ કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના કોડવાવ ગામની જમીન ઉપર ગેરકાયદેસર બનાવેલ જંગલ રિસોર્ટના દબાણને દૂર કરવા માટે કલેક્ટર કચેરી ખાતે ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!