Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ૬૦ હજાર ઉમેદવારો પીએસઆઈ ભરતીની કસોટીમાં ઉતરશે : ૨૧મી જાન્યુઆરીથી ૧૩ માર્ચ સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા ચાલશે

Share

ભરૂચ

ગુજરાત પોલીસ વિભાગમાં પીએસઆઈ તેમજ લોક રક્ષક કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારી કરનારાઓની શારીરિક કસોટી ૨૧મી જાન્યુઆરીથી શરૂ થઈ છે, ત્યારે ભરૂચ જિલ્લાને પણ શારીરિક કસોટી માટેના કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ભરૂચમાં ૧૩ માર્ચ સુધી ૨૦ હજાર ઉમેદવારો શારીરિક કસોટીમાં ભાગ લેશે.

Advertisement

પોલીસ વિભાગમાં ખાલી પડતી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં ગુજરાત પોલીસ વિભાગમાં પીએસઆઈ તેમજ લોકરક્ષક કેડર માટે કુલ ૧૩,૫૯૧ ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ૨૧મી જાન્યુઆરીથી ૧૩ માર્ચ સુધી અલગ અલગ કેન્દ્રો પર ઉમેદવારો શારીરિક કસોટી પર ખરા ઉતરવા માટેના પ્રવાસ કરશે. ભરૂચ જિલ્લાની પણ શારીરિક કસોટી માટેના કેન્દ્ર તરીકે પસંદગી કરવામાં આવી છે. ત્યારે ૨૧મી જાન્યુઆરીથી ૧૩ માર્ચ સુધીમાં કુલ ૬૦ હજાર જેટલાં ઉમેદવારો તેમાં ભાગ લેશે. ભરૂચના પોલીસ હેડ ક્વાટર્સ પરના ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી માટેના અલગ અલગ માપદંડોની તપાસ થશે. જેમાં દોડ, ઊંચાઈ, વજન તેમજ છાતીનું માપ સહિતના માપદંડોની કસોટી કરાશે. રોજના ૧૬ હજાર ઉમેદવારો એકસાથે શારીરિક કસોટી આપી શકે તે પ્રકારનું આયોજન જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

ભરતી પ્રક્રિયાને લઈને વડોદરા રેન્જના આઈજી સંદિપ સિંહ તેમજ એસપી અક્ષયરાજ મકવાણાએ પોલીસ રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત ત્યા ઉમેદવારો માટેની વ્યવસ્થા, સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ સહિતની તમામ બાબતો પર ચર્ચા કરી હતી. તેમજ ઉમેદવારોને સ્થળ પર પહોંચવામાં કોઈ અડચણ ન થાય તેની તકેદારી રાખવા સુચના આપી હતી. પોલીસ ભરતી ગ્રાઉન્ડ પર ઉમેદવારોની સલામતી, આરોગ્ય માટે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપ્લબ્ધ કરવા માટે પણ સુચના આપી હતી. શારીરિક કસોટી આપવા માટે બહારથી આવનારા ઉમેદવારોને રહેવાની મુશ્કેલી ન પડે તે માટે જેમની પાસે રહેવાની સુવિધા ન હોય તેમને પોલીસ વિભાગ દ્વારા રહેવાની સગવડ પણ કરી આપવામાં આવી હતી.


Share

Related posts

માંગરોળ : કોસાડી ગામનાં ગૌમાંસ ગુનાનો વોન્ટેડ આરોપીની પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

સુરત : મુસ્લિમ વિદ્યાર્થીનીઓને નકાબ અને હિઝાબ મામલે વિરોધ નોંધાવી સુરતની જમીયતે ઉલેમાં એ હિન્દે આજે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

ProudOfGujarat

ભરૂચમાં મસાજ સ્પા ની આડ મા વિદેશી ભારતીય યુવતી ઓ મારફત દેહ વ્યાપાર કરતા એક શખ્સને ઝડપી પાડતી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!