Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજથી હાવડા લઈ જવાની ૩૩.૨૪ લાખની ઈન્ક રસ્તામાં જ સગેવગે

Share

 

કન્ટેઈનરના ચાલકે રસ્તામાં ખેલ પાડ્યો, રાજસ્થાનમાં વાહન બિનવારસી મુકી દીધું

Advertisement

ભરૂચ.

 

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી પાવનપુરી સોસાયટીમા રહેતાં કિશનકુમાર ચૌહાણ અંક્લેશ્વરની એક્સપ્રેસ રોડવેઝમાં આસી. મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમને દહેજની ડીઆઈસી ફાઈન કેમિકલ કંપનીમાં કોન્ટ્રાક્ટ ચાલતો હોવાથી તેમણે દહેજથી ૩૩.૨૪ લાખની મત્તાનું ૧૭૧૩૦ કિલો પ્રિન્ટીંગ ઈન્ક ભરી હાવડા લઈ જવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. દરમિયાનમાં તેમની પાસે કન્ટેઈનર ન હોય તેમણે તેમના સ્ત્રોતમાંથી એક કન્ટેઈનર ચાલકનો સંપર્ક કર્યોહતો. તેણે મટિરીયલ ઉપાડવાની બાંહેધરી આપતાં તે દહેજની ડીઆઈસી ફાઈન કેમિકલ કંપનીમાં પહોચ્યો હતો. જ્યાં તેણે પોતાનું મુકેશ શંકરલાલ તરીકેનું લાયસન્સ બતાવી માલ ભર્યો હતો. જે બાદ ત્યાથી નિકળી ગયાં બાદ તેનું જીપીએસ બંધ થઈ ગયું હતું. તેમજ તેનો મોબાઈલ બંધ થઈ જવાને કારણે તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. અરસામાં તેમણે જે કન્ટેઈરનમાં માલ મોકલ્યો હતો. તે રાજસ્થાનમાં પાલી-જોધપુર હાઈવે પર આવેલી મહાદેવ હોટલના કંપાઉન્ડમાં બિનવારસી રીતે પડેલી અને તેમાં કોઈ મટેરીયલ ન હોવાનું માલુમ પડયું હતું. અરસામાં તેના કંપનીના ગેટ પર પાડેલાં ફોટાના આધારે તપાસ કરતાં તેનું સાચુ નામ સંદિપ રાજેશ શર્મા હોવાનું અને બોગસ લાયસન્સ આપી ખોટી ઓળખ ઉભી કરી હોવાન જણાયું હતું. જેના પગલે તેણે ઈરાદા પુર્વક તેના સાગરિતો સાથે મળીને આખો કારસો રચ્યો હોવાનું જણાતાં તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ખોદી જમીન નીકળો દારૂ – અંકલેશ્વર સેંગપુર ગામના તળાવ પાસે માટીમાં દાટી સંતાડેલ વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ, સિક્યુરિટી, સ્વીપર અને અન્ય સ્ટાફને જાણ કર્યા વિના છૂટા કરી દેવાતા હોબાળો.

ProudOfGujarat

દહેજ વિસ્તારનાં જોલવા ગામ મુકામે વતન જવાની જીદ સાથે પરપ્રાંતીય કામદારો રોડ પર ઉતરી આવ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!