Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દુકાન સામેની ગાડી હટાવવા કહેતાં દુકાનદાર પિતા-પુત્ર પર હુમલો

Share

ભરૂચના ફાટાતળાવ વિસ્તારમાં બનેલો બનાવ

ભરૂચ

Advertisement

ભરૂચ શહેરના ત્રિમુતી હોલ પાસેની નારાયણ નગર-૨માં રહેતાં રાકેશ કાલીદાસ ચણાવાલાની ફાટતળાવ ચણાવાડ વિસ્તારમાં રક્ષા ખારી સિંગ નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ તેમની દુકાને હતાં. તે વેળાં એક ગ્રાહકે તેમની દુકાનની સામે તેમની કાર ઉભી રાખી દીધી હોઈ તેમના પિતાએ ડ્રાઈવરને ગાડી આગળ મુકવા માટે કહેતાં ભાજુમાં અલ્પા ખારીસિંગની દુકાન ચલાવતાં સંજય સુરેશ ચણાવાલાએ અચાનક ઉશ્કેરાઈ જઈ તેમને અપશબ્દો ઉચ્ચાયાં હતાં. તેમજ તમે મારા સાહકને ગાડી હટાવવાનું કેમ કહો છો તેમ કહી તેમના પિતા કાળીદાસ સાથે ઝપાઝપી કરી નજીકમાં મુકેલો ખારીશિંગનો ડબ્બો તેમના પિતાના માથામાં મારી દેતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. અરસામાં તેઓનેમના પિતાને બચાવવા વચ્ચે પડતાં સંજયે તેમને પણ લાકડીના સપાટા મારી ઈજાઓ પહોંચાડી હતી. અરસામાં આસપાસના લોકો એકત્ર થઈ જતાં તેમણે તેઓને છોડાવ્યાં હતાં. ઈજાગ્રસ્ત પિતાપુત્રને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વરમાં MD ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા, ₹3.76 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

નડિયાદ : રસિકપુરા ગામની સીમમાં ક્લીનર બે ટ્રક વચ્ચે આવી જતાં મોત નીપજયું.

ProudOfGujarat

आमिर खान ने अपनी माँ की तस्वीर के साथ इंस्टाग्राम का शुभारंभ किया !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!